દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન સાધવાનો એક સર્વોત્તમ માર્ગ છે. આજની ભાગદોડ ભરી અને તણાવપૂર્ણ જીંદગીમાં સ્વસ્થ રહેવા માટે યોગ એક અતિ અકલ્પનીય ઔષધિ સમાન સાબિત થાય છે. રોજિંદા જીવનમાં આ સરળ યોગાસનો શારીરિક તેમજ માનસિક રીતે અદ્ભૂત લાભ આપે છે. આ યોગાસનો કરવો બહુ સરળ છે. જાણો કયા છે આ યોગાસન.


તન તદુંરસ્ત અને મન મોજમાં રાખશે યોગાસનો, જાણો

તાડાસન : આ એક અત્યંત સરળ આસન છે જે કરોડરજ્જુને સીધી અને મજબૂત રાખે છે. બાળકો અને યુવાનો માટે આ આસન વરદાનરૂપ છે, કારણ કે તે ઊંચાઈ (Height) વધારવામાં અને બોડી પોશ્ચર સુધારવામાં મદદ કરે છે.

ભુજંગાસન : કમ્પ્યુટર કે લેપટોપ સામે કલાકો સુધી બેસીને કામ કરતા લોકો માટે આ આસન રામબાણ છે. તે પીઠ અને કમરના દુખાવામાં રાહત આપે છે, ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે અને થાઇરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે.

વજ્રાસન : આ એકમાત્ર એવું આસન છે જેને જમ્યા પછી તરત જ કરી શકાય છે. તે પાચનતંત્રને તેજ બનાવીને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે તેમજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

પવનમુક્તાસન : પેટના આંતરિક અંગો પર હળવું દબાણ લાવીને આ આસન પાચનક્રિયાને સુધારે છે અને પેટની આસપાસ જમા થયેલી હઠીલી ચરબી (Belly Fat) ઘટાડવામાં મદદ કરે છે.

ત્રિકોણાસન : શરીર અને કમરની બંને બાજુની ચરબી ઓગાળવા માટે આ એક બેસ્ટ સ્ટ્રેચિંગ આસન છે. તેનાથી હાથ, પગ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે.

બાલાસન : આ એક રિલેક્સિંગ આસન છે, જે માનસિક તણાવ, ચિંતા (Anxiety) અને શારીરિક થાકને ક્ષણભરમાં દૂર કરે છે. તેના નિયમિત અભ્યાસથી ઊંઘની ગુણવત્તા સુધરે છે.

શવાસન : તમામ યોગાસનોના અંતે કરવામાં આવતું આ આસન શરીરને સંપૂર્ણ આરામ આપે છે. તે મગજને શાંત કરી થાક અને સ્ટ્રેસ લેવલને શૂન્ય પર લાવે છે.

યોગાસનથી થશે સ્વાસ્થ્યમાં આ ગજબનો ફાયદો

આજે આધુનિક મેડિકલ સાયન્સ અને ડૉક્ટર્સ પણ સ્વીકારે છે કે યોગ એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સર્વોપરી છે. યોગ કરવાથી ગરદન, પીઠ, ઘૂંટણ કે માઈગ્રેનના જૂના અને અસહ્ય દુખાવામાં રાહત મળશે. વજન ઘટાડવા ઉપરાંત ચિંતા, હતાશા અને મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન થતી શારીરિક-માનસિક તકલીફોને તે ખૂબ જ હળવી બનાવે છે. યોગથી તમારી જીવનશૈલીમાં સકારાત્મક પરીવર્તન આવે છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી તમે દરરોજ માત્ર ૧૫ થી ૩૦ મિનિટ યોગ માટે ફાળવાનો સંકલ્પ કરો. તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ કદમ વધારો!


આ પણ વાંચો : Lifestyle: ચોમાસાનું આગમન થતા તૈલી ત્વચાથી યુવતીઓ પરેશાન, આ દેશી નુસખા રામબાણ ઇલાજ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


  • Follow us on: