ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્વચામાં ટેનિંગ, ખીલ અને શુષ્કતાની સમસ્યા વધુ થાય છે. આકરા સૂર્યપ્રકાશના કારણે શરીરની ત્વચા આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવા લોકો બ્યુટી ટ્રીટમેન્ટ અપનાવવા લાગ્યા છે. ખાસ કરીને ગરમીમાં ત્વચાને રક્ષણ આપવા સનસક્રીન લોશન, સીરમ અને કલીન્ઝર, ફેસવોશ જેવા ઉપાય કરવામાં આવે છે. બ્યુટી કેરમાં અત્યારે જાપાનીઝ ટ્રીટમેન્ટ વધુ ટ્રેન્ડમાં છે. યુવતીઓ ગ્લોઇંગ સ્કીનથી લઈને ખીલની સમસ્યામાં જાપાનીઝ બ્યુટી તકનીક અપનાવવા લાગ્યા છે. જાણો સ્કીન કેરમાં જાપાનીઝ ટેકનીક કેવી રીતે ઉપયોગી છે.
જાપાની સ્કીન કેર સ્ટેપ્સ
ડબલ ક્લિન્ઝિંગ : આખો દિવસ તડકામાં રહ્યા પછી પરસેવો અને તૈલી ત્વચા સામાન્ય છે. તેથી, તમારી ત્વચાના સ્વાસ્થ્યને જાળવવા માટે ડબલ ક્લિન્ઝિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌપ્રથમ, તેલ આધારિત ક્લીન્ઝરથી મેકઅપ દૂર કરો, પછી ફેસવોશથી તમારી ત્વચાને સારી રીતે સાફ કરો.
ગ્રીન ટીનો ઉપયોગ : ગ્રીન ટીમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટો ત્વચાને નુકસાનથી બચાવી શકે છે અને બળતરા ઘટાડી શકે છે. તમે તેનો ઉપયોગ ફેસ માસ્ક, ટોનર અથવા સ્કિનકેર પ્રોડક્ટ તરીકે કરી શકો છો.
સનસ્ક્રીનનો કરો ઉપયોગ: જાપાનમાં, લોકો સનસ્ક્રીન વગર બહાર જતા નથી. તેથી, જો તમે તમારી ત્વચાને શ્રેષ્ઠ દેખાવ આપવા માંગતા હો, તો તમારા રોજિંદા જીવનમાં હળવા, ઝડપથી શોષી લેનારા સનસ્ક્રીન ઉમેરવાનું વિચારો.
લાઈટ એક્સ્ફોલિયેશન: ચમકતી ત્વચા જાળવવા માટે મૃત ત્વચાને દૂર કરવી જરૂરી છે. જો તમે તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાનું વિચારી રહ્યા છો, તો હળવા ચોખા અથવા એન્ઝાઇમ આધારિત સ્ક્રબનો ઉપયોગ કરવાનું વિચારો.
ઉનાળાની ગરમીમાં સ્કીન કેરના દેશી અને ઘરેલુ ઉપાય
ગરમીમાં ત્વચાને રક્ષણ આપવા માટે આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગરમીમાં પરસેવો અને ધૂળને કારણે છિદ્રો બંધ થઈ જાય છે. દિવસમાં બે વાર પાણીથી ચહેરો સાફ કરો. હાઈડ્રેશનની સમસ્યા દૂર કરવા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. શરીર અંદરથી હાઇડ્રેટેડ રહેવાથી ત્વચા પર કુદરતી ગ્લો જળવાઈ રહે છે. ઉનાળામાં જયારે પણ કોઈ ફંકશન અથવા પાર્ટીમાં જવાનો હોવ ત્યારે ભારે ફાઉન્ડેશન ટાળો, જેથી ત્વચા શ્વાસ લઈ શકે. તરબૂચ, ટેટી અને નારંગી જેવા ફળો ખાઓ જે ત્વચામાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.
આ પણ વાંચો : TRPથી બચવા Anupamaમાં આવશે ધરખમ ફેરફાર, મેકર્સ લાવશે એવો ટ્વિસ્ટ કે ઉડી જશે ફેન્સના હોશ!
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )