આજ લોકો ખાવામાં સ્ટીલના વાસણો અને કાચના વાસણનો વધુ ઉપયોગ કરે છે. ખોરાક રાંધવામાં પહેલા એલ્યુમિનિયમના વાસણ અને લોંખડના વાસણા વપરાતા હતા. તેના સ્થાને સ્ટીલ, નોનસ્ટીકનો ઉપયોગ થવા લાગ્યો છે. લોખંડના તપેલામાં રસોઈ બનાવવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોખંડની કઢાઈ સાફ કરવા આજે તમને એક સરળ અને ગૃહિણીના બજેટમાં આવે તેવો ઘરેલુ ઉપાય જણાવીશું.


લોખંડની કઢાઈમાં લાગ્યા ડાઘ

લોખંડના તપેલામાં રાંધેલો ખોરાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.  આ સિવાય તળેલો ખોરાક બનાવવા વારંવાર લોખંડની કઢાઈનો ઉપયોગ થવાના કારણે તેમાં કાળાશ થાય છે. અને લોખંડની કઢાઈ સાફ કરવાની ઝંઝટને કારણે કયારેક લોકો તેનો ઉપયોગ ટાળવા લાગ્યા છે. તો તમે આ ઉપાયથી સરળતાથી લોખંડની કઢાઈ સ્વચ્છ કરી શકશો.  કાળાશ થયેલ લોખંડની કઢાઈને સાફ કરવા ફક્ત એક ફટકડી જ કાફી છે. લોંખડની કઢાઈના જીદ્દી દાગ ફટકડીથી દૂર થશે.

આ ઉપાયથી થશે કઢાઈ ચકાચક

લોખંડની કઢાઈ સાફ કરવા માટે તમારે પાણી, ડિટર્જન્ટ પાવડર, સ્ટીલ સ્ક્રબર અથવા જૂના ડીશવોશ લિક્વિડ અને ફટકડીની જરૂર પડશે. સૌ પ્રથમ, કાટ લાગેલા તપેલીમાં એક કપ પાણી રેડો અને પછી ગેસ ચાલુ કરો. પાણીને સારી રીતે ગરમ થવા દો. હવે તમારે ફટકડીને પીસીને તેનો પાવડર બનાવવો પડશે. ગરમ પાણીમાં એક ચમચી ફટકડી પાવડર ભેળવવાનો છે. આ પછી, તમારે આ મિશ્રણમાં એક ચમચી ડિટર્જન્ટ પાવડર ઉમેરવો પડશે. આ મિશ્રણને લગભગ 3 થી 5 મિનિટ સુધી ઉકળવા દો. જ્યારે આ મિશ્રણમાં ફીણ બનવા લાગે, ત્યારે તમારે આ ફીણવાળું પાણી તવાની બાજુઓ પર લગાવતા રહેવું પડશે. આ મિશ્રણમાં રહેલા તત્વો કાટ અને ગંદકી દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: