વરસાદની ઋતુમાં ઘરમાં અણગમતા મહેમાનોનો પ્રવેશ થાય છે. વરસાદી સિઝનમાં ના ઇચ્છવા છતાં વંદા અને ગરોળી ઘરના મહેમાન બને છે. આ સિઝનમાં ઘરની સફાઈ મહિલાઓ માટે મોટી સમસ્યા બને છે. આવા અણગમતા મહેમાનોને બહાર કાઢવા મહિલાઓ અનેક પ્રયાસ કરે છે. બજારમાંથી મોંઘા કેમિકલયુક્ત પ્રોડક્ટ લાવે છે છતાં પણ આ કિટાણુઓ ઘરમાં પ્રવેશ કરે છે.


ઘરને સ્વચ્છ અને સુરક્ષિત રાખો

ચોમાસામાં વંદા, કીડી અને ગરોળી જેવા જંતુના કારણે બીમારીનું જોર વધું રહે છે. ઘરમાંથી આ અણગમતા મહેમાનોને દૂર કરવા બહુ સરળ છે. આ કીટાણુને તમે કોઈપણ દવા કે કેમિકલ વિના સરળતાથી ભગાડી શકો છો. આ ઘરેલું ઉપાયો અજમાવો અને વરસાદમાં વંદા અને ગરોળીથી છુટકારો મેળવો. આ ઉપાયોથી ઘરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવો.

ઘરમાં અણગમતાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

  • લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને આખા ઘરને સાફ કરવાથી ફલોર પરના ડાઘ દૂર થશે અને કીટાણુઓ પર દૂર રહેશે.
  • લીંબુ અને રસનું મિશ્રણ કરેલ પોતું કરવાથી ઘરમાં કીડીઓ અને વંદોનો ઉપદ્રવ ઓછો થશે.
  • લીંબુના રસમાં થોડું મીઠું મિક્સ કરીને દરવાજા અને બારીઓની આસપાસ લગાવવાથી આ કીટાણુઓ ઘરમાં પ્રવેશ કરી નહીં કરી શકે.
  • ફટકડીનો ઉપયોગ ઘરમાં અનેક રીતે થાય છે. પાણીમાં ફટકડી પાવડર ઉમેરીને ફ્લોરને સાફ કરવાથી, ફ્લોર પરના અદ્રશ્ય હાનિકારક બેક્ટેરિયા પણ સાફ થઈ જશે.
  • સુગંધીદાર કપૂરની સાથે તેટલા 2-3 લવિંગ લઈ બારીક પાવડર બનાવી લો. પછી આ પાઉડરને એક કપ પાણીમાં ભેળવીને તેમાં લવિંગનું તેલ ઉમેરો. આ મિશ્રણનો ફલોરમાં ઉપયોગમાં લેવાતા પાણીમાં ભેળવીને આખા ઘરને સાફ કરો. આનાથી વંદા, જંતુઓ અને ગરોળી દૂર રહેશે.
  • કાળા મરીનો પાવડર, લીમડાનું તેલ અને કપૂર, ત્રણેય વસ્તુઓનો એકસાથે ઉપયોગ જંતુઓને ભગાડવામાં વધુ અસરકારક સાબિત થયો છે.
  • લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવો અને તેની નાની ગોળી બનાવીને ખૂણામાં મૂકો. ગરોળીને ખાસ કરીને આ ગંધ બહુ અસહ્ય લાગવાથી ઘરમાં આવતાની સાથે જ ઉભી પૂંછડીએ ભાગશે. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: