તાંબાના વાસણમાં પાણી પીવાનું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. પૂજા પાઠમાં પણ તાંબાના વાસણનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. અનેક ઘરોમાં તાંબાના વાસણનો દૈનિક ઉપયોગ થાય છે. જો કે વારંવાર તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તે કાળા પડવા લાગે છે. તાંબના વાસણને ચમકાવવા માટે કેટલાક સરળ ઘરેલુ ઉપાય જણાવીશું.


આ ઘરેલુ ઉપાય અજમાવી તાંબાના વાસણ કરો ચકાચક

  • તાંબાના વાસણની કાળાશ દૂર કરવા તમે લીંબુ અને મીઠુંનો ઉપયોગ કરો. અડધું લીંબુ લો અને તેના પર મીઠું છાંટો અને તાંબાના વાસણ પર ઘસો. પછી પછી પાણીથી ધોઈને સૂકવી દો. થોડા જ સમયમાં વાસણમાં ચમક આવશે. આ ઉપરાંત વિનેગરની સાથે મીઠાનો ઉપયોગ કરી તમે તાંબાનું વાસણ ચમકાવી શકો છો. આ માટે સરકા એટલે કે વિનેગરમાં મીઠું મિક્સ કરીને વાસણ પર ઘસો. અને પછી થોડા સમય રાખીને પાણીથી ધોઈ નાખો.
  • ટમેટા કે લીંબુનો રસની સાથે બેકિંગ સોડાનો ઉપયોગ કરી તાંબાના વાસણની કાળાશ દૂર કરી શકશો. તમે ટમેટા અથવા લીંબુનો રસ લો લઈ તેમાં થોડો બેકિંગ સોડા નાખીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને વાસણ પર ઘસો અને પછી ધોઈ નાખો. પહેલાના સમયમાં મોટાભાગના લોકો આમલી અને પલાળેલા ગોળનો ઉપયોગ આ વાસણ સાફ કરવા કરતા હતા.
  • આમલીના પાણીમાં ગોળ નાખી તાંબાના વાસણ પર ઘસવાથી ઓક્સાઈડની લેયર દૂર થઈ જશે. 1 ચમચી મેદો અને 1 ચમચી મીઠું અને 1 ચમચી વિનેગર મિક્સ કરીને પેસ્ટ બનાવીને તાંબાના વાસણ પર લગાવો. તેને વાસણ પર લગાવી થોડું સમય રાખો પછી પાણીથી ધોઈ નાખો.
  • ધ્યાન રાખો કે કોઈપણ સામગ્રીથી તાંબાના વાસણની સફાઈ કરો ત્યારે વાસણને કપડાથી સાફ કર્યા બાદ થોડો સમય ખુલ્લા રાખી સૂકવો. ખૂબ જ જોરથી સ્ક્રબથી વાસણ ઘસસો તો સ્ક્રેચ આવી શકે છે તેનું ધ્યાન રાખજો.

ઘણા સ્વાસ્થ્ય લાભો 

તાંબુ એક એવી ધાતુ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી સાંધાના વા, દુઃખાવા અને સોજો દૂર થાય છે. આ ઉપરાંત તાંબાના વાસણમાં ખાવાથી રોગ કાબુમાં આવે છે તેવું હવે ડોક્ટરો પણ સ્વીકાર કરવા લાગ્યા છે. એટલે રોજિંદા વપરાશમાં તાંબાના વાસણ સ્વચ્છ રાખવા આ ઘરેલુ ઉપાય વધુ અસરકારક સાબિત થશે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )-

  • Follow us on: