તહેવારમાં મીઠાઈ બનાવવા અનેક ઘરોમાં લોખંડની કઢાઈનો ઉપયોગ થાય છે. પરંતુ લાંબા સમયથી તેનો ઉપોયગ ના કરવાના કારણે લોંખડની કઢાઈને કાટ લાગી જાય છે. આ કાટ દૂર કરવા મહિલાઓ બજારમાંથી મોંઘા ક્લીનર્સ લાવે છે અને લીંબુ ઘસવા જેવા અનેક ઉપાયો કરે છે. પરંતુ આ ટિપ્સથી તમે ઘરે સરળતાથી કાટ લાગેલ લોંખડની કઢાઈમાં ચમક લાવી શકશો.


કઢાઈની સફાઈ માટે ટીપ્સ

કાટ લાગેલ કઢાઈની તમે આ રીતે સફાઈ કરી શકો છો. કઢાઈને ગેસ પર મૂકી તેમાં એક કપ પાણી રેડો અને પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડીના ટુકડાને નાખો. અને ત્યારબાદ પાણી ઉકળે એટલે એક ચમચી ડિટર્જન્ટ પાવડર ઉમેરી 3 થી 4 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીમાં ફીણ બનવાનું શરૂ થશે.અને આ ફીણવાળું પાણી કઢાઈની બાજુઓ પર લગાવતા રહો જેથી દરેક ભાગ સારી રીતે ભીંજાઈ જાય અને કાટની ગંદકી દૂર થવા લાગે.

મોંઘા ક્લીનર્સ પણ થયા છે ફેલ

હવે ગેસ બંધ કરી પાણી ઠંડુ થવા દો અને એક બાઉલમાં પાણી કાઢીને સ્ક્રબરની મદદથી કઢાઈને હળવા હાથે ઘસો. ફટકડીના પાણીથી આખી કઢાઈને સારી રીતે સાફ કરો. સફાઈ કર્યા પછી, તેને સૂકા કપડાથી સાફ કરો અને કાટથી બચાવવા માટે કઢાઈ પર સરસવનું તેલ લગાવી લો. કાટ લાગેલ કઢાઈને કલાકો સુધી માથાકૂટ કર્યા વગર તમે આ ઘરેલુ ઉપચારથી ચમક લાવી શકશો. આ ટિપ્સથી તમે કઢાઈમાંથી કાટ અને કાળાશ બંનેથી છુટકારો મેળવો. બજારના મોંઘા ક્લીનર્સ પણ આ ઘરેલુ ઉપચાર આગળ ફેઈલ થયા છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: