ખોરાક રાંધતી વખતે ગેસ અને પ્લેટફોર્મ ગંદા થાય છે. ગેસ અને સ્ટવ પર મસાલા અને ખાવાની વસ્તુના ડાઘ રહી જાય છે. આ ડાઘના કારણે કેટલીક વખત ત્યાં જીવાત આવવા લાગે છે. આ જીદ્દી ડાઘ અનેક વખત સાફ કરો છતાં દૂર થતા નથી. ગેસ અને પ્લેટફોર્મ પર જામેલા ડાઘ દૂર કરવા બજારના મોંઘા લીકવીડ લાવવાની જરૂર નથી. આ ડાઘા દૂર કરવા લીંબુ સાથે આ એક વસ્તુ કમાલ કરશે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી તમારા રસોડાનું પ્લેટફોર્મ, સ્ટવ અને ફલોર ચમકવા લાગશે.
ગંદા ડાઘ સરળતાથી દૂર થશે
રસોડાના ગંદા ટાઈલ્સ અને વાંરવાર રાંધવાના કારણે ગેસ પર ગંદા ડાઘ પડી જાય છે. આ જીદ્દી ડાઘ કેવી રીતે દૂર કરવા તેને લઈને મહિલાઓમાં મૂંઝવણ રહે છે. આ ડાઘની સફાઈ કરવા આજે તમને એક સરળ ટીપ્સ આપીશું. લીંબુ સાથે આ વસ્તુનો ઉપયોગ કરી તમે જીદ્દી ડાઘ દૂર કરી શકશો. આ માટે એક ડોલ ગરમ પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી લીંબુનો રસ અથવા સફેદ સરકો નાખો. તેમાં 2-3 ટીપાં ડીશવોશ લિક્વિડ અથવા સાબુ નાખો. ત્યારબાદ તેમાં 1 ચમચી બોરિક પાવડર અથવા ફટકડી નાખો. આમ કરવાથી ફીણ જેવું દ્રાવણ તૈયાર થશે. હવે તમે જે કપડાથી રસોડું સાફ કરવાના હોય તે કપડાને આ દ્રાવણમાં 1 કલાક માટે પલાળી રાખો.
જીવાત પણ નહીં આવે
એક કલાક પછી, કપડાનું પાણી કાઢી તેને પ્લેટફોર્મ અને સ્ટવ પર હાથથી ઘસો અને પછી તેને ધોઈ લો. આમ, કરવાથી ઓછી મહેનતે જીદ્દી ડાઘ દૂર થશે અને તહેવારમાં જયારે મહેમાન ઘરે આવે ત્યારે તમારું રસોડું વધુ ચમકદાર લાગશે. આ દ્રાવણમાં બેકિંગ સોડા અને લીંબુનું મિશ્રણનો ઉપયોગ કર્યો છે જે જંતુઓનો નાશ કરે છે. આમ, રસોઈ બાદ પ્લેટફોર્મ પર જોવા મળતી જીવાત પણ ત્યાં ફરકશે નહીં.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )