આ આજની હકીકત છે કે મહિલાઓ ઘર અને ઓફિસ બંનેની જવાબદારીઓ નિભાવતી થઈ ગઈ છે. કામકાજી મહિલાઓ માટે સમયની કમી સૌથી મોટો પડકાર બની ગયો છે. આવા સમયે રસોડાનું કામ જે સમય અને ઊર્જા બંનેની માંગ કરે છે.પરંતુ ઘણીવાર તણાવનું કારણ બની જાય છે. પરંતુ જો કેટલીક સરળ અને અસરકારક કિચન ટીપ્સ અપનાવવામાં આવે તો રસોઈનું કામ માત્ર ઝડપથી પૂરું થઈ શકે છે એટલું નહીં. પરંતુ દૈનિક જીવન પણ થોડું સરળ બની શકે છે. આ નાની-નાની કિચન ટીપ્સ કોઈ વરદાનથી ઓછી નથી. તો આવો જાણીએ કેટલીક આવી ટીપ્સ જેને તમે અનુસરવી શકો છો:


આખા અઠવાડિયાની શાકભાજી સમારી અને સ્ટોર કરી લો

શાકભાજી સમારવામાં વધારે સમય લાગે છે. અઠવાડિયાની શરૂઆતમાં જ લીલા શાકભાજી ધોઇમે સમારીને એરટાઇટ ડબ્બામે ફ્રિઝમાં રાખી લો.

મસાલાને ડબ્બામાં ક્રમસર ગોઠવો

જરૂરી મસાલાઓને એક જ બોક્સમાં ગોઠવો અને ઉપયોગ મુજબ ક્રમમાં રાખો જેથી સમયની બચત થાય અને મસાલા પણ ખરાબ ન થાય.

દાળ અને ચોખા રાત્રે ભીંજવી દો

રાત્રે જ દાળ અને ચોખા ભીંજવી દો જેથી સવારે તે સરળતાથી રંધાઈ થઈ જાય અને ગેસની પણ બચત થાય.

ફ્રીઝરમાં ગ્રેવી બેઝ સ્ટોર કરો

ડુંગળી-ટમેટાની ગ્રેવી બનાવીને નાના ડબ્બાઓ કે આઈસ ટ્રેમાં ફ્રીઝ કરો. જ્યારે જરૂર પડે ત્યારે કાઢી ને તરત શાક તૈયાર કરી શકાય.

કિચન ટાઈમરનો ઉપયોગ કરો

જમવાનું બનાવતી વખતે ટાઈમર સેટ કરો જેથી ભોજન બળી ન જાય અથવા વધારે રાંધાઈ ન થાય અને તમે બીજા કામ પણ સમયસર કરી શકો.

  • Follow us on: