ઉનાળાની કાળઝાળ ગરમી પડવા લાગી છે. એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં હવામાનમાં જબરો ઉલટફેર આવ્યો છે. તાપમાનનો પારો 40થી વધુ વધતા લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે. આગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા લોકો ઘરમાં ઠંડક કરવા ACનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો તમે આ ઉનાળામાં એસી ખરીદવાનું વિચારી રહ્યા છો. પરંતુ વિન્ડો એસી અને સ્પ્લિટ એસીમાંથી કયું વધુ સારું તેને લઈને મૂંઝવણ છે. તો આ માહિતી જરૂર તમને કામ લાગશે. આજે તમને વિન્ડો એસી અને સ્પ્લિટ એસી વચ્ચેનો તફાવત જણાવીશું.


કયું એસી ખરીદવું મૂઝવણ

ગરમીની સિઝન શરૂ થતાં જ્યારે નવું એસી લેવાનું હોય ત્યારે વિન્ડો એસી (Window AC) અને સ્પ્લિટ એસી (Split AC) વચ્ચે પસંદગી કરવી અઘરી પડે છે. બંને પ્રકારના AC ઠંડક આપે છે, જો કે બંનેની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા અલગ-અલગ છે. બંને પ્રકારના એસીની પોતાની ખૂબીઓ અને મર્યાદાઓ છે.. અહીં બંને વચ્ચેનો તફાવત અને ખાસિયતો સમજીએ જેથી તમે કયું ACની ખરીદી કરવી તેના અંગે યોગ્ય નિર્ણય લઈ શકો.

જાણો વિન્ડો એસી અને સ્પ્લિટ એસીની ખાસિયત

વિન્ડો એસી (Window AC) ખાસિયત : આ એસી એક સિંગલ યુનિટ હોય છે જેમાં કમ્પ્રેસર અને કૂલિંગ ફેન એક જ બોક્સમાં હોય છે. તે સામાન્ય રીતે બારીમાં ફિટ કરવામાં આવે છે. સ્પ્લિટ એસીની સરખામણીમાં આ એસી સસ્તું મળે છે. તેને લગાડવા માટે કોઈ ખાસ પાઇપિંગની જરૂર નથી હોતી, બારીમાં ફ્રેમ બનાવીને આસાનીથી ફિટ થઈ જાય છે. તે બારીમાં ફિટ થતું હોવાથી રૂમની દીવાલ ખાલી રહે છે. આ વિશેષતા સાથે તેની મર્યાદા પણ છે. આ એસી માટે મજબૂત બારી હોવી ફરજિયાત છે. કમ્પ્રેસર અંદર જ હોવાથી તે થોડો અવાજ કરે છે.

સ્પ્લિટ એસી (Split AC) ખાસિયત : આ એસીના બે ભાગ હોય છે: ઇન્ડોર યુનિટ (જે રૂમમાં લાગે છે) અને આઉટડોર યુનિટ (જે ઘરની બહાર કે ટેરેસ પર લાગે છે). આ પ્રકારના એસીમાં કમ્પ્રેસર બહાર હોવાને કારણે રૂમમાં બિલકુલ અવાજ આવતો નથી. આ માટે બારીની જરૂર નથી, રૂમની કોઈપણ દીવાલ પર તેને લગાડી શકાય છે. તે વધુ મોર્ડન અને પ્રીમિયમ લુક આપે છે. તે મોટા રૂમને જલ્દી ઠંડો કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ એસીની મર્યાદા છે કે તેની કિંમત અને ઇન્સ્ટોલેશન ખર્ચ વિન્ડો એસી કરતા વધારે હોય છે. તેને સર્વિસ કરાવવી થોડી જટિલ હોઈ શકે છે.

કયુ એસી શ્રેષ્ઠ ટેકનિશિયન પાસેથી જાણો

ટેકનીશિયન એક્સપર્ટ કે હે છે કે સ્પ્લિટ એસી સામાન્ય રીતે વિન્ડો એસી કરતાં રૂમને વધુ ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે ઠંડુ કરે છે કારણ કે તેમાં વધુ ઠંડક ક્ષમતા અને વધુ અદ્યતન સુવિધાઓ હોય છે. વિન્ડો એસી વિ સ્પ્લિટ એસીમાંથી કયું ખરીદવું તે તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે. ઓછો ખર્ચ કરવો હોય તો વિન્ડો એસી સારું છે, જયારે  શાંત ઠંડક, સારી હવા વિતરણ અને સુધારેલી ઉર્જા કાર્યક્ષમતા ઇચ્છતા હો તો સ્પીલ્ટ એસી વધુ યોગ્ય છે. લાંબા ગાળે ઘર, બજેટ અને ઠંડકની જરૂરિયાતોને અનુરૂપ સ્પ્લિટ એસી બેસ્ટ માનવામાં આવે છે.


આ પણ વાંચો : Morning Tea For Diabetes:ડાયાબિટીસમાં આ ચા પીવાના જબરદસ્ત ફાયદા, સવારે પીવાથી દિવસભર બ્લડ સુગર રહે છે કંટ્રોલ

  • Follow us on: