સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે ભારતીય ઘરોમાં ખાવામાં તડકો લગાવા માટે આ તેલ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘણા લોકો તેનો ઉપયોગ વાળમાં પણ કરતા હોય છે. પરંતુ સરસવના તેલથી સ્કિન ખરાબ થઈ જશે તેવા ડરથી તેને ચેહરા પર લગાવાતા નથી. પરંતુ જણાવી દઈએ કે સરસવના તેલમાં એવા ગુણો હોય છે જે સ્કિન માટે ફાયદાકારક હોય છે.
ચેહરા પર સરસવનું તેલ લગાવાના ફાયદા છે કે નુકસાન તેની સ્કિન પર શું અસર પડે છે જાણો.
સ્કિનને આપે છે પોષણ
સરસવના તેલને ચહેરા પર લગાવાથી તમારી સ્કિનને ભરપૂર માત્રામાં પોષણ મળે છે. સરસવના તેલમાં વિટમિન-ઈ, ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જે સ્કિનમાં પોષણ આપે છે. તેનાથી સ્કિન ડ્રાય અને બેજાન લાગતી નથી.
ચહેરાના ડાઘામાં આપે રાહત
નિયમિત રૂપથી સરસવના તેલને લગાવાથી ચેહરા પર કરચલીઓ અને રિંકલ્સ ઓછા થઈ જાય છે. સરસવના તેલમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ચહેરા પર રહેલા ડાઘાને ઓછા કરવામાં મદદ કરે છે.
ચેપથી સુરક્ષિત રહો છો
સરસવના તેલમાં નેચરલ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો હોય છે, જે સ્કિનને બેક્ટેરિયલ અને ફંગલ ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. તે ખીલ સામે પણ રક્ષણ આપી શકે છે.
ચહેરા પર સરસવનું તેલ લગાવવાના ગેરફાયદા?
- કેટલાક લોકોને સરસવનું તેલ લગાવવાથી એલર્જી થઈ શકે છે, જેના કારણે તેઓ બળતરા, દુખાવો, ખંજવાળ અને લાલાશ થઈ શકે છે.
- સરસવનું તેલ થોડું જાડું અને ભારે હોય છે, જેના કારણે તે સ્કિનના ઓપન પોર્સને બંધ કરી શકે છે. અને ખીલ કે બ્રેકઆઉટ થવાની શક્યતા વધી જાય છે.
- જો તમે સરસવનું તેલ લગાવ્યા પછી તડકામાં બહાર જાઓ છો, તો સનબર્ન થવાનું જોખમ રહેલું છે. કારણ કે તે સૂર્યના તીવ્ર કિરણોથી સ્કિનને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં સક્ષમ નથી. તડકામાં બહાર નીકળતા પહેલા ચહેરા પર સરસવનું તેલ ન લગાવો
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.