જો તમને રાત્રે ઉંઘ નથી આવતી,વારં વાર કરવટો બદલવી પડે છે અથવા મગજ શાંત નથી રહેતુ, તો આ આર્ટિકલ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. આ એક અસરકારક ઉપાય તમને આ દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સૂતા પહેલા તમારે માત્ર આ એક ખાસ સ્લીપ ટોનિક બનાવીને પી શકો છો. આવો જાણીએ તેની સામગ્રી અને તેને કેવી રીતે બનાવવુ તેની સ્ટેપ બાય સ્ટેપ રીત.


શું શું સામગ્રી જોઇએ?

2 ચમચી વરિયાળી

4 બદામ

1 ચમચી ખસખસ

1/2 ચમચી સાકર

1 દાણો ઇલાયચી

સહેજ કાળા મરીનો પાવડર

સહેજ જાયફળનો ભુક્કો

4 પલાળેલી કિસમિસ

3 કેસરના તાંતણા

કેવી રીતે બનાવવું?

ભેગી કરેલી દરેક વસ્તુઓને એકસાથે ગ્રાઇન્ડરમાં નાખી બારીક પાઉડર બનાવી લો. આ પાઉડરને એક સાફ અને હવાનિરોધક ડબ્બામાં ભરી રાખો. આ પાઉડર ૨-૩ અઠવાડિયા સુધી સારો રહે છે. દરરોજ રાત્રે સુતેલા પહેલા આ પાઉડરનો અડધી ચમચી એક કપ ગરમ દૂધ માં ભેળવો, સારી રીતે મિક્સ કરો અને ધીમે ધીમે પીવો. સારા પરિણામો માટે તેમાં તમે એક ટીપુ ઘી પણ ઉમેરી શકો છો.

આ ઉપાય કેવી રીતે અસર કરે છે?

-મિશ્રણ વાત અને પિત્ત દોષને સંતુલિત કરે છે.

-આ બે દોષો વધુ થતાં મગજમાં બેચેની, વધુ વિચાર આવવો અને ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ થાય છે.

-ખસખસ, બદામ અને જાયફળ નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને મગજને આરામ આપે છે.

-વરિયાળી, ઈલાયચી અને કાળી મરી પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે, જેથી શરીર સ્વાભાવિક રીતે ઊંઘની અવસ્થામાં પ્રવેશ કરે છે.

-જ્યારે કેસર અને મણુકા શરીરની ઊર્જાને પુનઃસજીવિત કરે છે, જેથી તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને હલકાપણું અનુભવ કરો છો.


  • Follow us on: