મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું ખૂબ જ સરળ છે. આ સૂપને ન માત્ર બાળકો, પરંતુ મોટા લોકો પણ ખૂબ જ ટેસ્ટથી પીશે. આપને જણાવી દઇએ કે મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે બારીક સમારેલા ગાજર, 1/4 બારીક કાપેલું ફૂલેવર, અડધી વાટકી લીલા વટાણા, એક બારીક સમારેલા મધ્યમ સાઇઝના શિમલા મરચા, છીણેલું આદુ, એક મોટી ચમચી કોર્નફ્લોર, બે મોટી ચમચી માખણ, અડધી નાની ચમચી કાળી મરી, અડધી નાની ચમચી સફેદ મરી, એક મોટો ચમચો ચિલી સોસ, મીઠું, અડધું લીંબુ અને થોડાંક સમારેલા લીલા ધાણાની જરૂર પડશે.


મિક્સ વેજીટેબલ સૂપ કેવી રીતે બનાવવો

સૌ પ્રથમ ગાજર, ફુલેવર અને શિમલા મરચાને સારી રીતે ધોઈને બારીક કાપી લો. પછી બે મોટા ચમચા પાણીમાં કોર્નફ્લોરને સારી રીતે ઘોળી લો. હવે મોટી કડાઇમાં માખણ કે બટર નાખીને ગરમ કરો બાદમાં તેમાં આદુ અને સમારેલા દરેક શાકભાજી ઉમેરે. લગભગ 2 મિનિટ સુધી આ મિશ્રણને સાંતળવા દો. બાદમાં તેમાં પાણીમાં ભેળવેલો કોર્ન ફ્લોર ઉમેરો, ઉપરથી મરી પાવડર, મીઠું અને ચિલિ સોસ ઉમેરીને તેને ઢાંકી દો. તેને ઉકળવા દો. તે પદાર્થ થોડો ઘટ્ટ થઇ જાય પછી તે ગેસને બંધ કરી દો. અને ઉપરથી નાખો લીલા ધાણા. તૈયાર છે તમારો ગરમા ગરમ મિક્ષ વેજ સૂપ.

સ્વાસ્થ્ય માટે લાભદાયી

મિક્સ વેજીટેબલ સૂપનો સ્વાદ વધારવા માટે લીંબુ અને લીલા ધાણા ઉમેરવું જરૂરી છે. અંતે તમે સૂપમાં લીંબુનો રસ અને બારીક સામેરલા લીલા ધાણા મિક્સ કરી શકો છો. સર્વ કરતી વખતે ઈચ્છા હોય તો થોડું બટર પણ ઉમેરો. શિયાળામાં ગરમાગરમ મિક્સ વેજીટેબલ સૂપનો આનંદ માણો. સૌથી સારી વાત એ છે કે આ સૂપ તમારું આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


  • Follow us on: