આમતો ભારતમાં ઘણી નદીઓ વહે છે અને હિન્દુ ધર્મના લોકોની આ નદીઓ સાથે એક આસ્થા જોડાયેલી છે. લોકો નદીની પૂજા અને આરતી પણ કરે છે.નદીઓમાં ગંગા નદી સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે અને લોકો પાપોના નાશ માટે ગંગામાં ડુબકી પણ લગાવે છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ પણ મનુષ્યની અસ્થિઓ ગંગામાં જ વહેવડાવામાં આવે છે. આ જ નદીઓ લોકોને પીવાનું પાણી પૂરુ પાડે છે. આ જ નદીઓ ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂં પાડે છે પરંતુ ભારતમાં એક એવી પણ નદી છે જેનુ પાણી અડવાથી પણ લોકો ડરે છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કર્મનાશા નદીની.


કર્મનાશા નદીને કોઇ અડકતું નથી

વાસ્તવમાં આ નદી બિહાર અને ઉત્તર પ્રદેશમાં વહે છે.આ ગંગા નદીની એક ઉપવદી છે. કર્મનાશા નદીનું ઉદ્દગમ સ્થાન કૈમૂર જિલ્લાનું અઘોરા ભગવાનપુર સ્થિત કૈમૂર પહાડ છે. જે બક્સર નજીક ગંગા નદીમાં વિલીન થઇ જાય છે. આ નદી બિહાર અને ઉત્તરપ્રદેશની સીમા નિશ્ચય કરે છે. આ નદીની કુલ લંબાઇ 192 કિલોમીટર છે. જેવી રીતે આ નદીનું નામ છે કર્મનાશા, એટલે કે કર્મ અને નાશા. એવી માન્યતા છે કે આ નદીને હાથ લગાવાથી લોકોના બનેલાં કામ બગડી જાય છે અને લોકોના સારાં કર્મ મટી જાય છે. અને આ જ કારણે લોકો આ નદીના પાણીને ટચ પણ નથી કરતા અને કોઇ કામ માટે ઉપયોગમાં પણ નથી લેતા.

પૌરાણિક કથા શું કહે છે?

પૌરાણિક કથા અનુસાર મહારાજ સત્યવ્રત તેમના કુલગુરુ વશિષ્ઠના પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ તેમને સશરીર સ્વર્ગલોક મોકલે. પરંતુ વશિષ્ઠે ના પાડી કે સશરીર સ્વર્ગમાં જવું સનાતન ધર્મના નિયમો વિરુદ્ધ છે. ત્યાર બાદ મહારાજ વશિષ્ઠના પુત્રો પાસે ગયા અને તેમને પણ આવું જ કહ્યું.પરંતુ વશિષ્ઠના વચનનો અવમાન કરવા બદલ તેમણે મહારાજ સત્યવ્રતને ચંડાળ બનવાનો શ્રાપ આપી દીધો. પછી તેઓ વશિષ્ઠના શત્રુ મહર્ષિ વિશ્વામિત્ર પાસે ગયા અને જાણે તેઓ પોતે અપમાનિત થયા હોય તેમ અભિનય કરીને વિશ્વામિત્રને ઉશ્કેર્યા. દ્વેષભાવથી પ્રસન્ન થઈ વિશ્વામિત્રે પોતાના તપોબલથી મહારાજને સશરીર સ્વર્ગ મોકલી દીધા।

સ્વર્ગના દેવતાઓ એ જોઈને આશ્ચર્યચકિત થયા અને શાપગ્રસ્ત, અધર્મથી આવેલા સત્યવ્રતને સ્વર્ગમાંથી નીચે ધકેલવા લાગ્યા.જ્યારે રાજા પૃથ્વી તરફ પડી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્રએ થોભો થોભો કહ્યું અને તેમને ફરીથી સ્વર્ગ મોકલવાનો પ્રયાસ કર્યો. આ તણાવમાં દેવતાઓ અને વિશ્વામિત્રના તપબલ વચ્ચેની લડતમાં મહારાજ આકાશ અને પૃથ્વી વચ્ચે લટકી ગયા. તેમનું મોઢું નીચે અને પગ ઉપર હતાં। તેથી તેઓ કહેવાયા – ત્રિશંકુ

વિશ્વામિત્ર અને દેવતાઓ વચ્ચેના આ યુદ્ધ દરમિયાન રાજા ત્રિશંકુના મોઢામાંથી લાર ટપકવા લાગી, જેના કારણે એક નદીનો જન્મ થયો। આ નદીને કહેવાઈ કર્મનાશા નદી, કેમ કે તે એક શાપિત વ્યક્તિની લારથી જન્મી હતી અને તેથી તેને અપવિત્ર માનવામાં આવી છે. એટલે આજની તારીખમાં પણ આ નદીના પાણીને કોઇ અડતુ નથી અને ઉપયોગમાં પણ નથી લેતું.


  • Follow us on: