આવતીકાલે 14 ફેબ્રુઆરીના દિવસે 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી થશે. આ દિવસે પ્રેમી યુગલ માટે ખાસ છે. પોતાના પાર્ટનર અથવા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો આ દિવસ છે. વેલેન્ટાઈન વીકની ઉજવણી થઈ રહી છે. ત્યારે "એન્ટિ-વેલેન્ટાઇન ડે" પણ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને મોર્ડન યુવતીઓ આ દિવસનું શાનદાર સેલિબ્રેશન કરે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે 'ગેલેન્ટાઈન ડે'. આ દિવસ પ્રેમી પંખીડાઓ માટે નહીં, પણ સ્ત્રી મિત્રો આ દિવસે તેમની મિત્રતાની ઉજવણી કરે છે. આધુનિક યુવતીઓમાં 'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
"એન્ટિ-વેલેન્ટાઇન ડે" આજકાલ ખૂબ ટ્રેન્ડમાં
જેઓ સિંગલ છે, અથવા જેમનું બ્રેકઅપ થયું છે, લગ્ન તૂટયા હોય અથવા એવા લોકો જે ફક્ત રોમાંસની ધમાલથી દૂર રહેવા માંગે છે તેઓ 'ગેલેન્ટાઈન ડે' મનાવે છે. વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે પ્રેમનો વિરોધ નહીં પરંતુ સ્વની ઓળખ કરવાનો દિવસ. આ દિવસે યુવતીઓ પાર્ટીનું આયોજન કરે છે. જયાં ગુલાબ, કેન્ડલના ડિનર અને કુલ વાતાવરણના સ્થાને કાળા ગુલાબ, ઘોંઘાટીયું સંગીત, પાર્ટીમાં રોમેન્ટીક નહીં સ્વતંત્રતા અને બ્રેકઅપ ગીતો વગાડવામાં આવે છે. ભૂતપૂર્વ પ્રેમીના ફોટા અને ભેટ ફેંકી દઈ નવી શરૂઆત કરાય છે. પાર્ટીમાં મનોરંજક રમતો અને ડાન્સ કરે છે.













