ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. પ્રેમી યુગલ આ મહિનાની આતુરતાથી રાહ જુએ છે. દર વર્ષે 14th ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાય છે. છેલ્લા કેટલાક સમયથી વેલેન્ટાઈન વીક ઉજવવાની શરૂઆત થઈ છે. વેલેન્ટાઈન વીકમાં રોઝ ડે, પ્રપોઝ ડે એમ વિવિધ રીતે ડેનું સેલિબ્રેશન થાય છે. આ વર્ષે આવીતકાલે 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થવાની છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવાશે. વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે રોઝ ડે પર પાર્ટનરને ફૂલ આપતા પહેલા આટલું જરૂર જાણો.
રોઝ ડે પર ફૂલ આપવામાં રંગનું રાખો ધ્યાન
વેલેન્ટાઈન વીકમાં રોઝ ડે પર તમે પાર્ટનરે ફૂલ આપી પ્રેમ વ્યક્ત કરો. પરંતુ ફૂલ આપવામાં કયાંક સંબંધમાં કડવાશ આવી શકે છે. આ માટે રોઝ ડે પર તમારે પાર્ટનરને કયું ફૂલ આપવું જોઈએ તે જરૂર જાણવું જોઈએ. ફૂલનો રંગ તમારી લાગણી દર્શાવશે. લોકો આ દિવસે ગુલાબ ફુલ ગિફ્ટ કરે છે. પરંતુ ખોટો રંગ પસંદ કરવાથી તમારો સંબંધ ખરાબ થઈ શકે છે. ફૂલ આપતા પહેલા, દરેક રંગનો સંદેશ સમજો. યોગ્ય રંગ પસંદ કરવાથી તમારા પ્રેમની અભિવ્યક્તિમાં વધારો થશે. રોઝ ડે પર ફૂલ આપવામાં રંગનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ.













