• સૂકી ભાજી, વેફર અને સાથે જ કટલેટને કહો બાય-બાય
  • બટાટાના હલવાનો ટેસ્ટ કાયમ રહેશે યાદ
  • ફરાળમાં આ હલવો ખાવાથી વધશે સ્ટેમિના

ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓ કોઈ પણ વાનગીને પોતાની રીતે ટ્વિસ્ટ કરી લેવાનું જાણે છે. જો તમે પણ બટાટાને પસંદ કરો છો તો તમે તેની અનેક વસ્તુઓ ખાઈ શકો છો. આ સાથે જ આપણે ત્યાં અવારનવાર આવતા વ્રતમાં પણ ખાસ કરીને બટાટાનો ઉપયોગ કરાય છે. જો તમે પણ વ્રતમાં બટાકાની સૂકી ભાજી, વેફર અને સાથે જ કટલેટ ખાઈને કંટાળ્યા છો તો તમે તેમાંથી સ્વીટ ડિશ તૈયાર કરી શકો છો. તમે તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તમે દૂધી, રવા કે ગાજરનો હલવો તો ચાખ્યો જ હશે તો હવે પરફેક્ટ માપ સાથે તમે બટાટાનો હલવો ટ્રાય કરો.

સામગ્રી

  • 2 નંગ બટાકા
  • 1/2 કપ ખાંડ
  • 1 કપ દૂધ
  • 3 ચમચી ઘી
  • 1/4 ચમચી એલચીનો ભૂકો
  • 5 નંગ પિસ્તા સુધારેલા
  • 5 નંગ સુધારેલી બદામ
  • 5 નંગ સુધારેલા કાજુ

બનાવવાની રીત

સૌથી પહેલા બટાટાને બાફી લો. આ પછી તેને છોલી લો. છોલેલા બટાકાને હાથથી સારી રીતે મેશ કરો. હવે એક પેન લો અને તેમાં ઘી ગરમ કરો. આ પછી તેમાં મેશ કરેલા બટાટા ઉમેરો અને તેને સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દૂધ, ખાંડ મિક્સ કરો અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હલવો બદામી રંગનો થતો જશે. તેમાં એલચી પાવડર ઉમેરો અને સાથે જ તેમાં કાજુ, બદામ, પિસ્તા ઉમેરીને ગાર્નિશ કરો. આ પછી ગરમાગરમ હલવો બધાને સર્વ કરો.  

  • Follow us on: