- હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં કરશે મદદ
- તેનું હાઈ ફાઈબર પેટની સમસ્યાને દૂર કરશે
- સોજા અને ડાર્ક સર્કલ્સની સમસ્યામાંથી આપશે છૂટકારો
બટાકાનું શાક દરેક ગુજરાતી ઘરોમાં દરેક સીઝનમાં મળી જ જાય છે. તેને અન્ય અનેક શાક સાથે મિક્સ કરીને પણ બનાવવામાં આવે છે. પણ શું તમે તેની એક વિદેશી વેરાયટી એટલે કે જાંબલી બટાકાનો સ્વાદ માણ્યો છે..? આ બટાકા માર્કેટમાં લોકપ્રિય બની રહ્યા છે. તે હેલ્થ માટે લાભદાયી હોય છે. તે દેખાવમાં બીટ જેવા લાગે છે અને સ્વાદ બટાકા જેવો જ હોય છે. જાંબલી બટાકામાં આરારોટનું પ્રમાણ ઓછું હોય છે. જાંબલી બટાકામાં સફેદ બટાકાની સરખામણીએ બમણું ફાઈબર, કેલ્શિયમ અને વિટામિન એ વધારે હોય છે. તેના સેવનથી કેન્સરનો ખતરો ઘટે છે. તો જાણો કેવી રીતે તેનું સેવન લાભદાયી બને છે.
કેન્સર સામે આપશે રક્ષણ
કોલન કેન્સરથી બચવા માટે તમે જાંબલી બટાકાનું સેવન કરી શકો છો. તેમાં ફેનોલિક એસિડ મળે છે જે કેન્સરની સારવારમાં ફાયદારૂપ માનવામાં આવે છે. આ પ્રકારના બટાકામાં અનેક કંમ્પાઉન્ડ્સ છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. આ પ્રકારના બટાકાનું સેવન પેટના કેન્સરથી રાહત આપે છે.
હાઈ બ્લડપ્રેશરને રાખે છે કંટ્રોલમાં
હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં જાંબલી બટાકાનું સેવન લાભદાયી છે. તેને ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. તેમાંથી મળનારા તત્વો બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી તે કંટ્રોલમાં રહે છે. આ માટે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ પ્રકારના બટાકાનું સેવન કરવું.
સોજા ઘટાડશે
જાંબલી બટાકામાં એન્ટીઓક્સીડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે અને એન્ટી ઓક્સીડન્ટ્સના સેવનથી સોજા ઓછી થાય છે. શિયાળામાં જેઓને હાથ અને પગમાં સોજાની તકલીફ રહે છે તેઓએ આ પ્રકારના બટાકાનું સેવન કરવું. તે હાર્ટ અને આંખ બંને માટે લાભદાયી રહે છે.
ડાર્ક સર્કલ્સને કરશે ઓછા
જાંબલી બટાકા ખાવાથી અનેક બ્યુટી બેનિફિટ્સ પણ મળે છે. તેનાથી આંખની નીચેના ડાર્ક સર્કલ્સ ઘટે છે. તમે આ બટાકાને કાપીને આંખની નીચે 15 મિનિટ લગાવીને રાખો. તેનાથી ઠંડક મળશે અને કાળા ડાઘ ઓછા થશે.
હાઈ ફાઈબર પેટની સમસ્યાને કરશે દૂર
આ જાંબલી બટાકા ફાઈબરનો ભરપૂર સોર્સ છે. તેનાથી પેટ સંબંધી સમસ્યા અને આંતરડાના ઈન્ફેક્શનને ઘટાડવામાં મદદ મળે છે. સાથે સ્કીન સંબંધી રોગમાં પણ તે લાભદાયી માનવામાં આવી રહ્યા છે.
એન્ટી એજિંગનું કરે છે કામ
જાંબલી બટાકામાં વધારે પ્રમાણમાં વિટામિન સી અને ઓક્સીકરણ નિરોધક તત્વો હોય છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને રોકે છે અને સાથે એન્ટી એજિંગ ડાયટની જેમ કામ કરે છે.