• શિયાળામાં મેથીનું સેવન રહે છે લાભદાયી
  • બટાટાની સાથે મેથી મિક્સ કરવાથી મળશે મસ્ત ટેસ્ટ
  • બટાટા મેથીનું શાક સરળ રીતે ફટાફટ થાય છે તૈયાર

ઠંડીની સિઝન શરૂ થતાં જ બજારમાં લીલી મેથીની ભરમાર રહે છે. બટાટાની સાથે મેથીનું શાક લંચ કે ડિનર માટે ગમે ત્યારે બનાવી શકાય છે. સ્વાદ અને પોષણથી ભરપૂર, આલૂ મેથીનો સ્વાદ બાળકો સાથે પરિવારના તમામ લોકોને પસંદ આવે છે અને તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મેથી શિયાળામાં સ્વાસ્થ્યની રીતે પણ લાભદાયી રહે છે. મેથીની ગરમ પ્રકૃતિને કારણે શિયાળામાં તેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આ શાકની વિશેષતા એ છે કે તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તેને બનાવવામાં પણ સરળ છે. તો જાણો પરફેક્ટ માપ સાથેની સરળ રેસિપિ.

મેથી બટેટાનું શાક

સામગ્રી

-500 ગ્રામ મેથીના પાન

-250 ગ્રામ બટાટા

-1 ટેબલસ્પૂન મેથીના દાણા

-1/2 ચમચી લાલ મરચું પાવડર

-2 ચમચી ધાણા પાવડર

-1/2 કપ રાઈનું તેલ

- મીઠું સ્વાદ મુજબ

શાક બનાવવાની રીત

મેથી આલુ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાને મીડિયમ ફ્લેમ પર થોડીવાર પકાવો. હવે પેનમાં મેથીના દાણા અને આખા લાલ મરચા નાખીને થોડીવાર સાંતળો અને તેમાં સમારેલા મેથીના પાન ઉમેરો. જ્યાં સુધી મેથી થોડી બફાઈ ન જાય ત્યાં સુધી તેને ફ્રાય કરો. હવે તેમાં અડધા બાફેલા બટાટા, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું નાખીને ધીમી ફ્લેમ પર ચઢવો. બધું બરાબર મિક્સ કરો. આ પછી શાકને ઢાંકીને 15-20 મિનિટ સુધી બરાબર થવા દો. આ સમય દરમિયાન શાકને સતત હલાવતા રહો. મેથી સારી રીતે નરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તમારી ટેસ્ટી આલૂ મેથી સબ્જી તૈયાર છે. આ શાકને તમે પરોઠા કે રોટલી, ભાખરી સાથે ગરમાગરમ ખાઈ શકો છો. તેનો સ્વાદ એટલો મસ્ત આવશે કે બાળકો તેને હોંશે હોંશે ખાશે. 

  • Follow us on: