• સિમ્પલ મસાલા સાથે બનશે ટેસ્ટી કટલેટ
  • પૌંઆ અને રવાની મદદથી બનશે ફટાફટ
  • નાના મોટાં સૌને પસંદ આવશે હેલ્ધી કટલેટનો ટેસ્ટ

અનેક વાર એવું બને કે કસમયની ભૂખ લાગે અને ફટાફટ કંઈક ચટપટું ખાવાનું મન થાય. આ સમયે આપણા સૌની રસોઈમાં રહેતો રવો જેને સોજી પણ કહીએ છીએ તેનો ઉપયોગ કરી લેવાય છે. આ સાથે તમે પૌંઆની મદદ પણ લઈ શકો છો. આ બંનેની મદદથી તમે ઘરના સૌની પ્રિય એવી ચટપટી કટલેટ સરળતાથી બનાવી શકો છો. તો જાણો કેવી રીતે ઈન્સ્ટન્ટ રીતે તમે નાસ્તો તૈયાર કરી શકશો. નોંધી લો રેસિપિ અને કરો તમારા રસોડામાં ટ્રાય.

રવા-પૌંઆ કટલેટ

સામગ્રી

-500 ગ્રામ રવો અને પૌઆ (બંને સરખા ભાગે)

-200 ગ્રામ બાફેલા બટાકાનો માવો

-1/2 ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ

-1 ટીસ્પૂન કોથમીર સમારેલી

-મીઠું સ્વાદ અનુસાર

-તેલ તળવા માટે

રીત

રવો અને પૌંઆને અલગ અલગ પલાળવા. રવા અને પૌંઆનું પાણી નીતારી લેવું. તેમાં મીઠું, બટાકાનો માવો, આદુ મરચાની પેસ્ટ બધું જ બરાબર નાંખીને મસળી લો. મિશ્રણમાંથી નાની નાની કટલેસનો આકાર આપી તેને તવા પર શેલો ફ્રાય કરો. આ ગરમાગરમ કટલેટને ટામેટાના સોસ સાથે પીરસો.

નોંધ

જો તમે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા ઈચ્છો છો તો ફણગાવેલું કઠોળ, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, મકાઈના દાણા પણ મિક્સ કરી શકો છો. જેથી તે સ્વાદિષ્ટ બનશે.

  • Follow us on: