જો તમે રોંજિદા આહારમાં એક જ ખોરાક ખાવાથી કંટાળી ગયા છો, તો આજે અમે તમને એક એવી વાનગી વિશે જણાવીશું જે ખાવાથી તમે અને તમારા ઓફિસના મિત્રો પણ ખુશ થઈ જશે


મોટાભાગના લોકો એક જ ખોરાક ખાવાથી કંટાળી જતા હોય છે. એમાં જો આહારમાં કંઈક નવીનતા મળી જાય તો ટેસ્ટમાં ચટકો મળી જાય. જો તમે પણ તમારા ઓફિસના ટિફિનમાં સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખોરાક લેવા માંગતા હો, તો આ રેસીપી તમારા માટે છે. અમે તમને એક એવી વાનગીની સરળ રીત બતાવીશું જે તમને અને તમારા ઓફિસના મિત્રો ખાઈને ખુશ થશો. જાણીએ તે વાનગી વિશે

પૌંઆ પુડલા તમારા ટિફિનમાં બનાવો

તમે પૌંઆ પુડલા બનાવીને તમારા ઓફિસના ટિફિનમાં લઈ શકો છો. સ્વાદિષ્ટ તો છે જ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે આ રેસીપી ઘરે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો અને તેને ટિફિનમાં પેક કરીને ઓફિસ લઈ જઈ શકો છો. તમારા બપોરના ભોજનમાં ચટકો લાવી શકો છો

પૌંઆ પુડલા બનાવવા માટેની સામગ્રી

પૌંઆ પુડલા બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે તે નોંધી લઈએ જેમ કે એક કપ પૌંઆ, અડધો કપ દહીં, અડધો કપ બારીક સમારેલી ડુંગળી, બે લીલા મરચાં બારીક સમારેલા, થોડું છીણેલું આદુ, ધાણા પાવડર, એક ચમચી હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, બારીક સમારેલી લીલી કોથમીર અને થોડું તેલ. આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને તમે સરળતાથી પૌંઆ પુડલા બનાવી શકો છો.

પૌંઆ પુડલા કેવી રીતે બનાવશો

પૌંઆ પુડલા બનાવવા માટે, પૌંઆને એક વાસણમાં સારી રીતે ધોઈ લો અને પછી 15 થી 20 મિનિટ માટે પલાળી લો. હવે એક મોટા બાઉલમાં પલાળેલા પૌંઆ લો, તેમાં ડુંગળી, લીલા મરચાં,દહીં, આદુ, હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો અને સારી રીતે બધી જ સામગ્રીને મિક્સ કરી દો.

હવે એક નોન-સ્ટીક પેન મધ્યમ આંચ પર ગરમ કરવા માટે મૂકો, પછી તેના પર થોડું તેલ લગાવો અને ચમચી વડે પૌંઆનું ખીરું તવા પર ફેલાવી દો જ્યારે આ પુડલા બંને બાજુથી સોનેરી થઈ જાય ત્યાં સુધી સારી રીતે રાંધાઈ જાય, ત્યારે તમે તેને તમારા ટિફિન બોક્સમાં ગરમાગરમ લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે પેક કરી શકો છો

પુડલાને વધુ સ્વાદિષ્ટ બનાવો

આ પુડલાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં તમારી પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો છો. બેટર વધારે જાડું ન હોવું જોઈએ. થોડું ભીનું સારું રહેશે. જો તમે પુડલા વધારે તેલમાં ખાવા માંગતા નથી, તો તમે તેને ઓછા તેલમાં બનાવીને ખાઈ શકો છો 

  • Follow us on: