ચટણી ઘણા બધા પ્રકારની હોય છે. જેમકે કોથમીરની ચટણી, આમલી, લસણની, ખજૂરની, લીલા-મરચાની વગેરે વગેરે પણ ક્યારેય સાંભળ્યું છે લસણ-આમળાની ચટણી જો ના તો જાણીએ કંઈક અલગ અને હટકે લસણ-આમળાની ચટણીની સરળ રેસીપી


ખોરાકમાં ચટણી સાઇડ ડીશનો મહત્વનો ભાગ હોય છે. આ વાનગી નાસ્તા સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ચટણી સ્વાદિષ્ટ ભોજનમાં એક અદ્ભુત સ્વાદ ઉમેરે છે. અમે તમને લસણ-આમળાની ચટણીની રેસીપી જણાવીશું જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ લસણ- ચટણીની પેટ સંબંધિત રોગોને મટાડવામાં અને દૃષ્ટિ સુધારવામાં પણ અસરકારક છે. તો ચાલો જાણીએ તે કેવી રીતે બનશે


આમળાની ચટણી બનાવવા માટેની સામગ્રી

8થી10 આમળા, આદુનો ટુકડો, સમારેલુ કોથમીર, લસણની 4-5 કળી, 2-3 લીલા મરચાં, 1 ચમચી સરસવનું તેલ, સ્વાદ મુજબ મીઠું

આમળાની ચટણી બનાવવાની સરળ રીત

સો પ્રથમ ચટણી બનાવવાની બધી જ સામગ્રી આવી ગઈ છે કે નહીં તે ચકાસી લો. ત્યારબાદ ચટણી બનાવવાની શરુઆત કરો.

1: આમળાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા આમળાને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. ત્યારબાદ આમળાને નાના ટુકડામાં કાપી લો અને બીજ ફેંકી દો. હવે કોથમીરના પાનની જાડી ડાળી કાપીને, તેને પાણીમાં ધોઈને બારીક સમારી લો. આ પછી, લીલા મરચાંના નાના ટુકડા કરી લો. હવે મિક્સર જારમાં આમળાના ટુકડા, લીલી કોથમીર અને મરચાં નાખો અને તેને બ્લેન્ડ કરો.

2: ત્યારપછી મિક્સરનું ઢાંકણ ખોલો અને તેમાં થોડા આદુના ટુકડા ઉમેરો, લસણના ટુકડા અને સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરો પછી તેનુ ઢાંકણ બંધ કરી 1 થી 2 મિનિટ સુધી મિક્સરમાં મિક્ષ થવા દો. ચટણીને ખૂબ જ બારીક થાય ત્યાં સુધી પીસી લો.

3: હવે, મિક્સર જારમાંથી આમળાની ચટણીને એક બાઉલમાં કાઢી દો. તમારી સ્વાદિષ્ટ વાનગી લસણ-આમળાની ચટણી તૈયાર છે. તેને ફ્રિજમાં રાખી શકાય છે અને એક અઠવાડિયા સુધી ખાવા માટે વાપરી શકાય છે

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: