રોજિંદા જીવનમાં મોટાભાગના લોકોને દૂધીનું શાક ખાવાનું બિલકુલ પસંદ નથી હોતુ, દૂધીના થેપલા, દૂધીનો હલવો આ પ્રકારની અલગ અલગ વાનગીઓ ખાધી હશે પરંતુ દૂધીના લાડુ તમે ક્યારેચ નહી સાંભળ્યું હોય જી હા દૂધીની મદદથી તમે સ્વાદિષ્ટ લાડુ પણ બનાવી શકો છો, તેનો સ્વાદ એવો છે કે તમને વારંવાર ખાવાનું મન થશે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે


ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, દૂધી આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક માનવામાં આવે છે. મોટા મોટા ડોક્ટરો પણ દૂધી ખાવાની ભલામણ કરતા હોય છે. દૂધીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરે છે. એટલું જ નહીં, દૂધીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

ઘણા લોકો એવા હોય છે જેમને દૂધીનું શાક બિલકુલ પસંદ નથી હોતું આવી સ્થિતિમાં, તેઓ દૂધી ખાવા માંગે છે પણ તેમ કરી શકતા નથી. હવે તમે દૂધીનું સેવન ફક્ત શાકભાજી તરીકે જ નહીં, પણ લાડુના રૂપમાં પણ કરી શકો છો. ચાલો તેને બનાવવાની રીત જાણીએ.

લાડુ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ છીણેલું દૂધી,
  • 5 ચમચી ઘી
  • 2 કપ સૂકા ફળો,
  • 1/2 એલચી, જાયફળ પાવડર
  • અડધો કપ છીણેલું નારિયેળ
  • 250 ગ્રામ ખાંડ

લાડુ કેવી રીતે બનાવશો

દૂધીમાંથી લાડુ બનાવવા માટે, સૌ પ્રથમ તો છીણેલા દૂધીમાંથી પાણી નિચોવી લો અને એક કડાઈમાં ઘી નાખો અને તેમાં દૂધી નાખો. તેને ચમચી વડે થોડીવાર હલાવો અને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો, જ્યારે ખાંડનું પાણી સારી રીતે સુકાઈ જાય, ત્યારપછી તેમાં પીસેલા સૂકામેવા ઉમેરો પછી તે બધાને થોડીવાર માટે શેકાવા દો. બધી જ સામગ્રીને ઠંડુ પડવા દો.

આ મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે તેમાં નારિયેળ પાવડર અને એલચી પાવડર ઉમેરી દો હવે તમારા હાથ પર ઘી લગાવો અને આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવો. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થશે. હવે તમે આ લાડુ પીરસી શકો છો અથવા જાતે ખાઈ શકો છો. આ લાડુઓને ફ્રીજમાં પણ રાખી શકાય છે.

લાડુના ફાયદા

દૂધીમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, એટલું જ નહીં, દૂધીના લાડુમાં એલચી પાવડર અને જાયફળ પાવડરની હાજરીને કારણે તે સાંધાના દુખાવામાં ઘટાડો કરે છે. તમે આ સરળ રેસીપી અનુસરીને દૂધીનો ઉપયોગ કરીને ઘરે લાડુ બનાવી શકો છો. સ્વાદિષ્ટ હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.

  • Follow us on: