ઉનાળાની સિઝન સાથે અત્યારે કેરીની સિઝન પણ જામી છે. આફૂસ અને કેસર કેરીની સાથે હવે બજારોમાં કાચી કેરી ફણ જોવા મળે છે. કાચી કેરીનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમાં હિટસ્ટ્રોકની સમસ્યાથી બચવા લોકો કેરીનો બાફલો તો કેરીના કચૂંબરને દૈનિક આહારમાં સ્થાન આપી રહ્યા છે. ગરમીમાં ભોજન બે સ્વાદ બની જાય છે ત્યારે બાળકોને શું ખવડાવું તે મોટી સમસ્યા બને છે. તમે કાચી કેરીનું ચટાકેદાર અથાણું બનાવો બાળકો પણ વારંવાર તેની માગ કરશે.


ગુજરાતી ઘરમાં ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું અથાણું અવશ્ય જોવા મળે છે. તમે પણ આ રીતે કાચી કેરીનું અથાણું બનાવી ભોજનના સ્વાદમાં વધારો કરી શકો છો.

કાચી કેરીનું અથાણું બનાવવા માટેની સામગ્રી:

  • કાચી કેરી – 1 કિગ્રા (મોટા ટુકડાંમાં કાપેલી)
  • મીઠું – 100 ગ્રામ (પાકવામાં વપરાતા ક્રિસ્ટલ મીઠું)
  • હળદર – 2 ટેબલસ્પૂન
  • લાલ મરચું પાવડર – 100 ગ્રામ (રૂચિ પ્રમાણે ઓછી વધુ)
  • મેથી ના દાણા – 50 ગ્રામ (થોડી ક્રશ કરેલી)
  • સરસવના દાણા – 50 ગ્રામ (થોડી ક્રશ કરેલી)
  • હિંગ – 1 ટીસ્પૂન
  • સરસવનું તેલ – 250 થી 300 મિલી (ઉકાળીને ઠંડું કરેલું)

ગુજરાતી ઘરમાં ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું અથાણું અવશ્ય જોવા મળે છે. તમે પણ આ રીતે કાચી કેરીનું અથાણું બનાવી ભોજનના સ્વાદમાં વધારો કરી શકો છો.

કાચી કેરીનું અથાણું બનાવવાની રીત:

સૌ પ્રથમ કાચી કેરીને સાદા પાણીમાં ધોઈ લો. પાણીમાંથી કાચી કેરીને ધોયા બાદ એક સ્વચ્છ કપડામાં તેને પાથરી દો. સ્વચ્છ કપડાંથી કાચી કેરીને સાફ કર્યા બાદ થોડીવાર તેને ઠંડી હવામાં ખુલ્લી રહેવા દો જેથી કરીને પાણીનો ભાગ સૂકાઈ જાય. એ ખાસ યાદ રાખો કે અથાણું બનાવતા પહેલા કાચી કેરી એકદમ સુકી થઈ હોવી જોઈએ. કાચી કેરી સૂકાઈ ગયા બાદ તેના ચોરસ ટુકડા કરો. ત્યારબાદ આ ટુકડાને મોટા વાસણમાં કાઢો અને તેમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરો. આ મિશ્રણ સાથે કાચી કેરીના ટુકડાને 1-2 દિવસ સાદા કોટન કપડા ઢાંકી રાખો. યાદ રાખો કે તમારે આ ટુકડાને વાસણમાં નહી પરંતુ ખુલ્લા કપડામાં રાખી ઉપર બીજું કપડુ મૂકવાનું છે જેથી વધુ હવાના લાગે. ત્યારબાદ બે દિવસ પછી હળદર અને મીઠા વાળા કેરીના ટુકડામાં મસાલો કરો. આજે અનેક સ્થાનો કેરીના અથાણાનો તૈયાર મસાલો મળે છે. તમે આ તૈયાર મસાલો લાવી કાચી કેરીના ટુકડામાં નાખો. મસાલાને હળવા હાથે મિક્સ કરો. અને તે પછી સરસવનું તેલ ઉકાળીને ઠંડું કરો અને કેરીમાં નાખો જેથી તે ઢંકાઈ જાય. થઈ ગયું તૈયાર કાચી કેરીનું અથાણું. એ ખાસ ધ્યાનમાં રાખવું કે સરસવનું તેલ નાખ્યા બાદ કાચની બરણીમાં જ તમારે આ અથાણું સ્ટોર કરવું.

કાચી કેરીનું સેવન કરવાના લાભ

કાચી કેરીમાં વિટામિન A, K, C અને B6 અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્ત્વો રહેલા છે. કાચી કેરીનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે અને લીવર પણ સ્વસ્થ બને છે. કાચી કેરી ભલે ઉનાળાની સિઝનમાં આવતી હોય પરંતુ તેનું અથાણું બનાવીને તમે આખા વર્ષ દરમિયાન સ્ટોર કરી શકો છો. અને આમ, તમે કાચી કેરીનું સેવન કરી સ્વાસ્થ્યમાં લાભ મેળવી શકો છો.


  • Follow us on: