• કાકડી ઉપવાસમાં પાણીની ગરજ પૂરી કરશે
  • મગફળીનું સેવન ભૂખ સંતોષશે
  • સૌના ફેવરિટ બટાકા વધારશે સલાડનો સ્વાદ

પવિત્ર એવા શ્રાવણ મહિનાની ગુજરાતમાં શરૂઆત થઈ ચૂકી છે અને મહાદેવના ભક્તો ભક્તિમાં લીન થયા છે, અનેક ઘરોમાં ઉપવાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક ભક્તો શ્રાવણના સોમવાર કરે છે તો કેટલાક આખો મહિનો ઉપવાસ રહે છે. તો જાણો ગમે ત્યારે ખાઈ શકાય તેવા ટેસ્ટી અને હેલ્ધી સલાડની રેસિપિ. આ સલાડ ફટાફટ બનશે અને સૌને પસંદ પણ આવશે, તો આજે જ કરો ટ્રાય.

મગફળી, કાકડી, બટાકાનું સલાડ

સામગ્રી

  • 2 નંગ બાફેલા બટાકા
  • 1 કપ મગફળી
  • 4 લીલા મરચા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • ચપટી ખાંડ
  • 1 લીંબુનો રસ
  • 1 મોટો ચમચો કોથમીર

બનાવવાની રીત

સૌ પહેલા તો કાકડી, બટાકા અને મગફળીનું સલાડ બનાવવા એક પેન ગરમ કરો. તેમાં શિંગને શેકી લો અને ગેસ બંધ કરો. શિંગ ઠંડી થાય તો તેને બારીક પીસી લો. હવે કાકડીને ધોઈને સાફ કરીને છોલો. તેને નાના ટુકડામાં સુધારી લો. પછી બાફેલા બટાકાને પણ છોલીને સુધારી લો. હવે એક બાઉલ લો અને તેમાં તમામ ચીજોને મિક્સ કરો. બધા મસાલા મિક્સ કરો અને તેને સારી રીતે હલાવી લો, આ પછી ઉપરથી લીંબુનો રસ અને કોથમીર ઉમેરો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી વ્રતમાં ખાઈ શકાય તેવું સલાડ તૈયાર છે. તો તમે પણ ખાઓ અને પરિવારને પણ ખવડાવો. જો તમે ઉપવાસમાં વિવિધ ટ્વિસ્ટ લાવીને વાનગીઓ બનાવો છો તો તમને  ઉપવાસ અઘરા લાગશે નહીં અને તમે સરળતાથી સ્ટેમિના જાળવીને તમારા ઉપવાસને પૂરા પણ કરી શકશો. વ્રતમાં આમ તો થોડું ઓછું ખાવાની વાત હોય છે પરંતુ જો તમે ટેસ્ટી અને હેલ્ધી ખાવા ઈચ્છો છો તો પણ તમારી પાસે અનેક ઓપ્શન છે. તો કરો આ રેસિપિને પણ ટ્રાય.

  • Follow us on: