- બીટની મદદથી ઘરે બનાવો છાશ
- ગરમીમાં આ છાશના સેવનથી ગરમીની અસર થશે ઓછી
- ટેસ્ટી ડ્રિંક પરિવાર અને મહેમાનો માટે પણ રહેશે બેસ્ટ
ગરમીમાં હંમેશાં કંઈ ને કંઈ ઠંડુ પીવાનું મન થાય તે સ્વાભાવિક છે. આ સમયે લોકો અનેકવાર કોલ્ડડ્રિંકની મદદ લે છે. જેમાં કેમિકલ્સ હોય છે અને તે શરીરને નુકસાન કરે છે. જો તમે ગરમીમાં દહીંનું સેવન કરો છો તો તે તમારા શરીરને માટે લાભદાયી રહે છે. આ સાથે સ્કીનને માટે પણ આ છાશનું સેવન લાભદાયી રહેશે. તમે મસાલા છાશ અને સિંપલ છાશ તો ટ્રાય કરી હશે. આજે તમે બીટની છાશ ટ્રાય કરો. તેનાથી તમારા શરીરની ગરમીને ભગાડવામાં મદદ મળી રહેશે. તો જાણો ઘરે આ છાશ કેવી રીતે બનાવી શકાશે.
બીટની છાશ
સામગ્રી
- 1 કપ દહીં
- 1 નંગ બીટ
- 1 કપ પાણી
- 1 નાની ચમચી સિંધવ મીઠું
- 1 નાની ચમચી જીરું પાવડર
- બરફના ટુકડા
જાણો બનાવવાની રીત
આ છાશ બનાવવા માટે મિક્સરમાં દહીં, બીટ, પાણી, સિંધવ મીઠું અને જીરું પાવડર મિક્સ કરો અને તેને બ્લેન્ડ કરો. તમારી છાશ તૈયાર છે. તેને ઠંડી કરવા રાખો. તમે તેમાં આઈસક્યુબ પણ મિક્સ કરી શકો છો. ગરમીમાં ઠંડી છાશ તમારા માટે બેસ્ટ પીણું બની શકે છે. જો તમારા ઘરે મહેમાન આવે તો તમે ગરમીમાં તેમને આ ખાસ છાશ આપી શકો છો. તે હેલ્થને માટે ફાયદારૂપ રહે છે.
જાણો હેલ્થને કેવી રીતે ફાયદો આપશે બીટની છાશ
બીટ શરીરને માટે અનેક રીતે ફાયદો આપે છે. બીટમાં વિટામિન-સી, એ, બી6 અને ફોલેટ હોય છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં નેચરલ રીતે કોલેજનનું લેવલ વધે છે. તેની અસર તમારા ચહેરા પર દેખાઈ આવે છે. બીટરૂટની છાશ પીવાથી સ્કીન ગ્લો કરે છે. તમે રોજ તેનું સેવન કરશો તો 15 દિવસમાં તેનું પરિણામ જોવા મળશે. આ સાથે તે શરીરમાં હિમોગ્લોબીન વધારવાનું કામ પણ કરે છે. દહીંમાં વિટામિન સી વધારે હોય છે. માટે દહીં અને બીટની આ છાશ ગરમીમાં તમને એનર્જેટિક બનાવી રાખશે.