- નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં ગોવાની મુલાકાત લો
- પોંડિચેરીના ઓરોવિલે- પેરેડાઇઝ બીચ પર પરિવાર સાથે મજા માણો
- જાન્યુઆરીમાં લક્ષદ્વીપની મુલાકાત અચૂક લો
મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં મુસાફરી કરવાનું વિચારે છે. પરંતુ ઘણા લોકોના પ્લાન પણ કેન્સલ થઈ જાય છે કારણ કે અમુક જગ્યાએ હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અથવા તો ઘણા લોકોને ઠંડી વધારે લાગે છે. આવી સ્થિતિમાં જો તમે સરળતાથી તમે ટૂર પ્લાન કરો છો તો તમે ભારતના એવા સ્થળો પર જઈ શકો છો, જે શિયાળામાં પણ ગરમ રહે છે. અહીં જાણો એવી જગ્યાઓ વિશે જે શિયાળામાં ગરમ રહે છે અને કરો પ્લાન.
1) ગોવા
જ્યારે શિયાળાની ઋતુમાં ગરમ સ્થળની વાત આવે છે, તો ગોવા જવું શ્રેષ્ઠ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે. આ મહિનાઓમાં દિલ્હી અને મનાલી જેવા શહેરોમાં ઠંડી તીવ્ર હોય છે. ત્યારે ગોવામાં દિવસનો સમય ખૂબ જ ગરમ હોય છે. તમે આ ટૂરમાં તમારા કેટલાક સૌથી આરામદાયક અને હળવા કપડાં લો. તેનાથી તમારી મુસાફરી એકદમ સરળ રહેશે.
2) પોંડિચેરી
અહીંના ઘણા રંગબેરંગી અને ફેન્સી કાફેની મુલાકાત લઈને કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ અને નાસ્તાનો સ્વાદ લઈ શકાય છે. તમે અહીં ચર્ચ પણ જોઈ શકો છો. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ છે. ઓરોવિલે બીચ અને પેરેડાઇઝ બીચ પર પરિવાર સાથે આનંદનો અનુભવ કરી શકશો અને રીલેક્સ પણ થઈ શકશો.
3) કોવલમ
જો તમે કેરળની સંસ્કૃતિ કેવી દેખાય છે અને કેવી લાગે છે તે જાણવા માંગતા હો તો તમારે કોવલમની મુલાકાત લેવી જ જોઈએ. જાન્યુઆરીમાં મુલાકાત લેવા માટે તે સૌથી ગરમ સ્થળો પૈકીનું એક છે. કોવલમ તેના બીચ માટે પ્રખ્યાત છે, જેને જોવા માટે લગભગ તમામ પ્રવાસીઓ અહીં આવે છે. અહીં તમને વોટરસ્પોર્ટ્સ માટે પુષ્કળ વિકલ્પો મળશે.

4) કચ્છ
કચ્છ જાન્યુઆરીમાં ફરવા માટેના ગરમ સ્થળોમાંનું એક છે. તમે શિયાળા દરમિયાન અહીં યોજાતા વાર્ષિક રણ મહોત્સવમાં પણ હાજરી આપી શકો છો. આ સાથે જ અહીંનું વાતાવરણ પણ તમારા માટે આરામદાયક રહેશે.
5) લક્ષદ્વીપ
જાન્યુઆરીમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે. સુંદર બીચ ઉપરાંત તમે અહીં વાઇલ્ડ લાઇફનો પણ આનંદ માણી શકો છો. સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, વિન્ડસર્ફિંગ, કેનોઇંગ જેવી વોટર સ્પોર્ટ્સ પણ અહીં માણી શકાય છે.