• શામ વેલી, લેહ, નુબ્રા, તુરતુક, પેંગોંગની મુલાકાત લઈ શકશો
  • ઓફિશિયલ વેબસાઈટ પર કરાવી શકશો ટૂરનું બુકિંગ
  • 7 દિવસની યાત્રામાં 3 સ્ટાર હોટલ્સમાં રહેવાની સુવિધા મળશે

દેશમાં જૂન મહિનામાં પણ ગરમી હજુ ઘટવાનું નામ લઈ રહી નથી. આ સમયે અનેક જગ્યાઓએ ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. દરેક વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા ઠંડી ફરવાની જગ્યાઓ શોધી રહી છે. આ સમયે જો તમે આર્થિક બાબતોના કારણે ફરવા જવાનું ટાળી રહ્યા છો તો તમને ભારતીય રેલવે કંપની એટલે કે આઈઆરસીટીસી લદ્દાખ ફરવાનો અવસર આપી રહી છે. આ પેકેજ 7 દિવસનું રહેશે. પેકેજમાં યાત્રીઓ શામ વેલી, લેહ, નુબ્રા, તુરતુક, પેંગોંગ જેવી સુંદર જગ્યાઓની મુલાકાત લઈ શકશે. તો રાહ જોયા વિના બુક કરાવી લો આ ખાસ પેકેજ.

લદ્દાખમાં આ જગ્યાઓએ ફરવાનો મળશે અવસર

લદ્દાખમાં પહોંચ્યા બાદ આ ટૂરમાં તમને પહેલા દિવસે માર્કેટ્સની મુલાકાત કરાવાશે. બીજા દિવસે બ્રેકફાસ્ટ બાદ લેહ-શ્રીનગરમાં ફરવાનું, શાંતિ સ્તૂપ અને લેહ પેલેસ, હોલ ઓફ ફેમ અને ગુરુદ્વારા પત્થર સાહિબ પર ફરવાનું રહેશે. ત્રીજા દિવસે નુબ્રા વેલી કે જેને ફૂલોની ઘાટી અને સૌથી ગરમ વિસ્તાર કહેવામાં આવે છે તેની મુલાકાત કરાવાશે. ચોથા દિવસે તુરતુક વેલી એક ગામ છે જેને પાકિસ્તાને યુદ્ધમાં જીત્યું હતું તે બતાવાશે. અહીં ફર્યા બાદ રસ્તામાં સિયાચિન યુદ્ધ સ્મારક, થાંગ ઝીરો પોઈન્ટની યાત્રા કરો. પાંચમા દિવસે તમે પેંગોંગ લેક ફરશો અને છઠ્ઠા દિવસે તમે પેંગોંગ લેકથી સનરાઈઝની મજા માણી શકશો.

કેટલી હશે ટૂરની કિંમત

ટૂરની પેકેજ કિંમતની વાત કરીએ તો સિંગલમાં રહેવા માટે 58,400 રૂપિયા લાગશે. ડબલ શેરિંગમાં રૂ. 53000 ચાર્જ થશે. ટ્રિપલ શેરિંગમાં તમારે રૂ. 52400 ભરવાના રહેશે. તમે આ 7 દિવસની યાત્રામાં 3 સ્ટાર હોટલ્સમાં રહેશો. ટૂર પેકેજમાં તમને ફ્લાઈટની સુવિધા મળશે. 1 જૂન 2024થી સ્ટાર્ટ થઈ ચૂકેલી આ યાત્રામાં તમે ઓફિશિયલ વેબસાઈટ www.irctctourism.com પર બુકિંગ કરાવી શકશો. 

  • Follow us on: