• ન્યૂડ લિપસ્ટિક, લાઈટ આઈશેડો, ડાર્ક ડ્રેસની કરો પસંદગી
  • ગોલ્ડન, બરગંડી, બ્રાઉન, બ્લેક સ્મોકી આઈ લુક ટ્રેન્ડિંગમાં છે
  • ગ્લિટર આઈ મેકઅપ લૂક બની શકે છે બેસ્ટ ઓપ્શન

હાલના દિવસોમાં ફેસ્ટિવ સીઝનની તૈયારીઓ શરૂ થઈ છે. તહેવારની ઉજવણી પહેલાં જ તૈયાર થવાથી લઈને પોતાને નિહારવા સુધીના સ્ટેપને ફોલો કરી શકાય છે. મહિલાઓમાં સુંદરતા વધારવા માટે મેકઅપ કરવું કોમન છે. આજકાલ માર્કેટમાં અનેક નવા નવા મેકઅપ લૂક ટ્રેન્ડમાં છે. મોટાભાગની મહિલાઓ નોર્મલ મેકઅપ લૂક પસંદ કરતી નથી. એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના મેકઅપની ચમક પણ એટ્રેક્ટ કરે છે. તો આ સીઝનમાં તમે તમારી સ્ટાઈલ નિખારવા માટે તૈયાર થઈ જાઓ. તમે કયા મેકઅપને ફોલો કરશો તે જાણી લેવું જરૂરી છે.

ન્યૂડ મેકઅપ લૂક

અનેક મહિલાઓ ઈચ્છે છે સિંપલ મેકઅપમાં સુંદર દેખાવવા મળે. જો એવું છે તો તમે ન્યૂડ મેકઅપ લૂકને પસંદ કરી શકો છો. તેમાં બ્રાઉન કે પીચ કલરનો મેકઅપને ટ્રાય કરવાનું બેસ્ટ રહે છે. તેમાં લાઈટ આઈ શેડોની સાથે ન્યૂડ કલરની લિપસ્ટિક એપ્લાય કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ મેકઅપ ડાર્ક કલરની ડ્રેસથી લઈને લાઈટ ડ્રેસ સુધી તમામ પર સુંદર લૂક આપે છે.

સ્મોકી આઈ મેકઅપ

આ સમયે તમે આ મેકઅપ ટ્રાય કરી શકો છો. તે ટ્રેન્ડમાં છે. તમે બ્રાઈટ કલરના લહેંગા, સૂટ કે ડ્રેસની સાથે મેચિંગ કે સ્મોકી આઈલૂક ટ્રાય કરી શકો છો. ડ્રેસમાં ગોલ્ડન કલર છે તો તમે લાઈટ ગોલ્ડન કે ડાર્ક ગોલ્ડનથી સ્મોકી આઈ મેકઅપ કરી શકો છો. ગોલ્ડન, બરગંડી, બ્રાઉન કલરની સ્મોકી આઈ મેકઅપ તમારા ડ્રેસને નવો લૂક આપવામાં મદદ કરશે. તેની સાથે ડાર્ક લિપસ્ટિક એપ્લાય કરી શકાય છે. તેનાથી તમને યૂનિક લૂક મળશે.

ગ્લિટર આઈ મેકઅપ લૂક

સ્મોકી આઈની સાથે ગ્લિટર આઈ મેકઅપ લૂક મહિલાઓ માટે ફેવરિટ છે. નોર્મલ આઈ મેકઅપ ઓછો પસંદ કરાય છે. દિવાળીના અવસરે તમે નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો ડાર્ક કલરનો ગોલ્ડન ગ્લિટર યૂઝ કરી શકો છો. આ લૂકમાં સિંપલ આઈશેડો પર ગ્લિટરની સામાન્ય લાઈન કરો. તેની સાથે ધ્યાન રાખો કે જ્યારે તમારો આઈશેડો ડાર્ક કલરનો છે તો તમે ગોલ્ડન ગ્લિટરનો ઉપયોગ કરો અને લાઈટની સાથે સિલ્વર પરફેક્ટ રહેશે.

સટલ મેકઅપ લૂક

ઓછા સમયમાં સુંદર દેખાવવા માટે તમે આ લૂક મેળવી શકો છો. તેમાં તમે ચીક બોન્સ અને જો લાઈનને લાઈટ કોંટૂર કરો. આ પછી તમે આઈબ્રો પેન્સિલથી તેને શેપ આપો અને પાંપણ પર મસ્કરા લગાવો. હોઠની ચમક વધારવા માટે ગ્લોસ કે મનપસંદ લિપસ્ટિક લગાવો.

બોલ્ડ લિપ્સ લૂક

આ દિવસોમાં બોલ્ડ લિપ્સ લૂકને પસંદ કરાય છે. રેડ, બોલ્ડ રેડ, મિક્સ ઓરેન્જ અને પિંક જેવા પોપ કલર્સ વધારે પસંદ કરાય છે. ટીવી એકટ્રેસથી લઈને સામાન્ય મહિલાઓને આ કલર્સની લિપસ્ટિક યૂઝ કરતા જોઈ શકાય છે. તમે પણ ટ્રેડિશનલ લૂકનો મેકઅપ કરીને આ રંગની લિપસ્ટિક લગાવી શકો છો. તેની સાથે તમે બોલ્ડ અને બ્યુટિફૂલ દેખાશો.  

  • Follow us on: