• ગોળની તાસીર ગરમ હોવાથી ઠંડી નહીં લાગે
  • તલ પણ ગરમ હોવાથી શિયાળામાં રોગથી રાખશે દૂર
  • પરફેક્ટ માપ સાથે તલની ચીકી બનાવવાથી બનશે ક્રિસ્પી અને ટેસ્ટી

શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સીઝન હવે શરૂ થઇ છે. ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે. ગોળ અને તલની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ વખતે સામાન્ય તલની ચીકી બનાવવાનું વિચારી રહ્યા છો તો અહીં આપેલી રીત અને પરફેક્ટ માપ સાથે બનાવો. તમે સોફ્ટ અને સ્વાદિષ્ટ ચીકીનો સ્વાદ માણી શકશો.

તલની ચીકી

સામગ્રી

-4 વાટકી શેકેલા તલ

-2 વાડકી પાણી

-2 વાડકી ગોળ

રીત

ચીકી બનાવવા માટે સૌ પહેલા તો તલને એક મોટા વાસણમાં લો અને તેને શેકી લો. આ વાસણ જાડા તળિયાનું રાખવું જેથી તલ બળે નહીં. તલ શેકાઈ જાય તો ગેસ બંધ કરો અને તેને અન્ય વાસણમાં કાઢીને ઠંડા કરો. હવે એક અન્ય વાસણમાં પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકળવા મૂકો. આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખો અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું. ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા. આ સિવાય તમે તેને આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણી શકો છો. આ ચીકી વણતા-વણતા જ ઠંડી પડી જશે. ત્યારબાદ તેના પીઝા કટરથી કટકા કરીને એરટાઈટ ડબ્બામાં ભરીને રાખો. તમારી ટેસ્ટી અને હેલ્ધી ચીકી તૈયાર છે.

  • Follow us on: