• તલ શરીરને આપશે પ્રોટીન, કેલ્શિયમ
  • ગોળ શરીરને ગરમી આપવાનું કામ કરશે
  • હેલ્થને માટે બેસ્ટ રહેશે તલની બરફી

શિયાળામાં તલ ખાવાથી શરીરને ઉર્જા અને પ્રોટીન તથા કેલ્શિયમ મળી રહે છે. તો બસ ઘરે જ ફટાફટ બનાવી લો તલની આ બરફી. તમે તેનો સ્વાદ ક્યારેય ભૂલશો નહીં અને સાથે ફટાફટ બની જશે. તમે કાલા અને સફેદ બંને તલનો ઉપયોગ કરી શકો છો. તો આજે જ કરી લો તૈયારી. શિયાળાની સીઝનમાં તે હેલ્થને માટે બેસ્ટ સાબિત થશે.

તલની બરફી

સામગ્રી

-એક કપ તલ

-એક કેન કન્ડેન્સડ મિલ્ક

-2 ચમચી બટર કે ઘી

-એક કપ દૂધ પાવડર

-એક કપ ગોળ

રીત

સૌપ્રથમ તલને એક કડાહીમાં ડ્રાય રોસ્ટ કરી લો. ત્યારબાદ તેને અધકચરા ક્રશ કરી લો. હવે એક જાડા તળિયાવાળી કડાહીમાં ગોળને ગરમ કરો. ઓગળી જાય એટલે તેમાં બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને માઈક્રોવેવમાં ત્રણેક મિનિટ માટે ગરમ કરો. જો માઈક્રોવેવનો ઉપયોગ ન કરવો હોય તો થોડું ગરમ કરી લો. આ દરમિયાન એક થાળીને ગ્રીસ કરી લો. હવે તેને માઈક્રોવેવમાંથી બહાર કાઢીને બરાબર મિક્સ કરી લો. ફરીથી બીજી ત્રણ મિનિટ માટે ગરમ કરવા માટે મૂકો. જ્યારે તેમાં બબલ થાય એટલે તેને બહાર કાઢી લો. એકદમ ઘટ્ટ થાય એટલે તેને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો. તમે ઈચ્છો તો ુપરથી તમારી પસંદના ડ્રાયફ્રૂટસ ભભરાવીને સજાવી શકો છો. ત્યારબાદ ઠંડુ થાય એટલે તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. મન થાય એટલે સર્વ કરો. 

  • Follow us on: