• દૂધ, એલચી અને ડ્રાયફ્રૂટસથી બનશે ખીર
  • શિયાળામાં હેલ્થને મળશે અનેક ફાયદા
  • વિટામીન સી, એ અને પોષક તત્વોથી ભરપૂર

શિયાળામાં ગાજરની ખીર સ્વાદની સાથે પોષણ પણ આપે છે. અનેક ઘરોમાં આ સીઝનમાં ગાજરનો હલવો બને છે. પરંતુ તમે જો ગાજરની ખીર બનાવવા ઈચ્છો છો તો તમે આ સરળ રેસિપિ ટ્રાય કરી શકો છો. ગાડરની ખીર સ્વાદિષ્ટ હોય છે. ગળ્યું ખાવાના શોખીન છો તો ગાજરની ખીર ઘરે જ ટ્રાય કરી શકાય છે. તે પૌષ્ટિકતાથી ભરપૂર રહે છે. તમે દૂધ, એલચી અને ડ્રાયફ્રૂટસની મદદથી તેને ઘરે બનાવી શકો છો. તે દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. તમે તેને લંચ કે ડિનર બાદ પણ સર્વ કરી શકો છો. તો જાણો સરળ રેસિપિ.

સામગ્રી

  • 250 ગ્રામ ગાજર
  • 1 લિટર દૂધ
  • 8-10 નંગ બદામ
  • 2 ચપટી એલચીનો પાવડર
  • 1 કપ ખાંડ

આ રીતે બનાવો

ગાજરની ખીર બનાવવા માટે સૌ પહેલા ગાજરને ધોઈને સાફ કરી લો. આ પછી તેને કોટન કપડાથી લૂછી લો. હવે ગાજરને છીણી લો. આ પછી બદામને નાના ટુકડામાં કટ કરી લો. એક ઊંડા વાસણમાં દૂધ મિક્સ ગરમ કરવા મૂકો અને દૂધને 2-3 મિનિટ સુધી ઉકાળો. તેમાં 2-4 ઉભરા આવવા દો. હવે તેમાં છીણેલું ગાજર મિક્સ કરો. ખીરને 5 મિનિટ ચઢવા દો. જ્યારે ખીર ઘટ્ટ થાય તો તેમાં એલચી પાવડર અને સ્વાદ અનુસાર ખાંડ મિક્સ કરો. ખીરને ઢાંકીને 10 મિનિટ સુધી ધીમા ગેસ પર રહેવા દો. ગાજર નરમ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. ગાજરની ખીર બનીને તૈયાર છે. તમે તેને ઠંડી ખાવાની પસંદ કરો તો તમે તેને 1કલાક ફ્રિઝમાં રાખી લો. આ પછી તેને સર્વિંગ બાઉલમાં પીરસો અને ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરો.

શિયાળામાં આ ટેસ્ટી અને હેલ્ધી ખીરનો સ્વાદ માણવો તમારા માટે ખાસ બની રહેશે. 

  • Follow us on: