• ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મળશે મદદ
  • એસિડિટી, પીરિયડ્સ અને મોઢાના ચાંદાને કરશે દૂર
  • એન્ટી એજિંગ ગુણ અને સ્કીનની કરચલીઓ થશે ગાયબ

જામફળ ખાસ કરીને શિયાળામાં આવનારું ફળ છે. તે સ્વાદમાં સારા અને મીઠા હોય છે પરંતુ સાથે જ તેમાં અનેક ઔષધિય ગુણ પણ હોય છે. આમળા હેલ્થ માટે લાભદાયી હોય છે. આ સિવાય તેનો સ્વાદ અને ગુણ હેલ્થ માટે લાભદાયી હોય છે. આ સિવાય તે સુંદરતા વધારવા માટે પણ કારગર માનવામાં આવે છે. તેના સેવનથી અનેક લાભ થશે અને સાથે તમે તેનું સેવન કઈ રીતે કરો છો તે પણ ફાયદો કરે છે.

જાણો જામફળના ફાયદા

જામફળ ખાવાથી પાચન અને કફની મુશ્કેલીઓ દૂર થાય છે. જામફળમાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબરની સાથે ફોલિક એસિડ હોય છે. આ પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. જામફળ ખાવાથી પાચન અને કફની મુશ્કેલી ઝડપથી દૂર થશે. કેમકે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સરના ગુણ હોય છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો દૂર કરે છે. આ સિવાય એન્ટી એજિંગ ગુણ સ્કીનની કરચલીને દૂર કરવામાં મદદ કરશે.

જામફળના પાનના જાણો ફાયદા

જામફળના ફળ જ નહીં તેના પાન અને તેની છાલ ગુણકારી રહે છે. ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી એસિડિટી, પીરીયડ્સ, મોઢાના ચાંદા અને સાંધાના દર્દની સમસ્યાને પણ દૂર કરે છે.

આ રીતે સેવન કરવાથી મળશે અનેક ફાયદા

જામફળના પાન અનેક બીમારીમાં લાભદાયી છે. તેના પાનને ઉકાળીને તેનો ઉકાળો પીવાથી અનેક ફાયદા મળે છે. જામફળના 8-10 પાનને 3-4 કપ પાણીમાં ઉકાળો. તે પાણી અડધું થવા દો. જામફળના ઉકાળાને ચાની જેમ 2 વાર પીઓ અને સાથે તેના ફાયદા પણ મળશે. તેનાથી મોઢાના ચાંદા અને પેઢામાં દર્દની મુશ્કેલી દૂર થશે. જામફળના પાનના પાણીના સેવનથી તમને કરચલીઓમાં રાહત મળશે. આ સિવાય આ પાણીથી વાળ ધોશો તો વાળ ખરતા બંધ થશે અને સાથે જ તેનો ગ્રોથ પણ વધશે.  

  • Follow us on: