- હાર્ટ માટે લસણનું સેવન ફાયદારૂપ
- અલ્ઝાઈમરનો ખતરો ઘટાડે છે
- થાક અને નબળાઈને કરે છે ઝડપથી દૂર
લસણને આમ તો એક શાક કહેવામાં આવે છે પણ તેમાં અનેક ઔષધિય ગુણ પણ હોય છે. તે એન્ટીઓક્સીડન્ટ્સ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.રોજ લસણનું સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર રહે છે. શિયાળામાં લસણ ખાવાનું લાભદાયી માનવામાં આવે છે. તેના સેવનથી શરદી- ઉધરસ, કોલેસ્ટ્રોલ અને પાચનની અનેક બીમારીઓ દૂર રહે છે. લસણની તાસીર ગરમ હોય છે. આ કારણે ઠંડીમાં લસણ ખાવાથી હેલ્થને અનેક ફાયદા થાય છે.
શરદી- ઉધરસમાં રહેશે લાભદાયી
લસણના સેવનથી શરદી અને ઉધરસની મુશ્કેલીઓ દૂર રહે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરરલ ગુણ હોય છે. જે શરદી અને ઉધરસની બીમારીને દૂર રાખે છે. લસણના સેવનથી ઈમ્યુનિટી વધે છે અને સાથે તેને ફેલાવતા બેક્ટેરિયાથી લડવાની શક્તિ વધે છે.
હાર્ટ માટે લસણનું સેવન ફાયદારૂપ
શિયાળામાં હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો વધારે રહે છે કેમકેઆ સમયે તળેલું કે શેકેલું ખાવાનું ખાવામાં આવે છે અને સાથે તેમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. લસણમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. એવામાં એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે જે બેડ કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી. લસણમાં રહેલા મિનરલ્સ બ્લડ પ્રેશરને વધવા દેતા નથી.
હાડકાં કરે છે મજબૂત
એક ઉંમર પછી હાડકા નબળા થવાનું શરૂ થાય છે. લસણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. લસણમાં એન્ટી ઇન્ફ્લોમેટરી ગુણ હોય છે તેના સેવનથી સોજામાં આરામ મળે છે અને દર્દની મુશ્કેલીઓ દૂર થાય છે.
અલ્ઝાઈમરનો ખતરો ઘટાડે છે
લસણમાં એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે, લસણના સેવનથી યાદશક્તિ વધુ મજબૂત બને છે અને અલ્ઝાઈમર જેવી બીમારીનો ખતરો ઘટે છે.
થાક અને નબળાઈને કરે છે ઝડપથી દૂર
શિયાળામાં અનેકવાર એવું હોય છે કે પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. હાડકા અને મસલ્સ અડકાઈ જવાની સમસ્યા રહે છે. લસણ ખાવાથી શરીરમાં એનર્જી મળી રહે છે. તેના સેવનથી થાક અને નબળાઈ દૂર થાય છે.