• ઘરે બનાવો વટાણાનો ખાસ બ્રેકફાસ્ટ
  • સ્વાદ અને હેલ્થ માટે બેસ્ટ છે વટાણાના પરાઠા
  • દહીં, ચટણી કે શાક સાથે કરી શકશો સર્વ

શિયાળામાં લીલા વટાણાની ભરમાર માર્કેટમાં જોવા મળી રહી છે. જો તમને પણ વટાણા જોઈને તેને ખાવાનું મન થાય છે તો તમે તેને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકો છો. શિયાળામાં પરાઠાનો સ્વાદ અલગ જ મજા આપે છે. જો તમે લીલા વટાણાના પરાઠાની મજા માણશો તો તમે તેનો સ્વાદ ભૂલી શકશો નહીં. આ પરાઠા પેટ ભરવાની સાથે હેલ્થ માટે સારા રહે છે. પરાઠા નાના બાળકોથી લઈને મોટેરાંઓ માટે ખાસ રહે છે. તો જાણો બનાવવાની ખાસ રીત.

સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ લીલા વટાણા
  • 1-2 ચમચી સુધારેલા લીલા મરચા
  • 2 મોટા ચમચા સુધારેલી કોથમીર
  • 1/2 નાની ચમચી જીરું
  • 1 નાની બારીક સુધારેલી ડુંગળી
  • 1/2 ચમચી આદુ છીણેલું
  • 3 નંગ લવિંગ
  • 1/4 ચમચી ખાંડ
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 મોટો ચમચો તેલ શેલો ફ્રાય કરવા
  • માખણ

આ રીતે બનાવો પરાઠા

એક પેનમાં પાણી ઉતાળો. તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરો. હવે લીલા વટાણા મિક્સ કરો. એક ચપટી ખાંડ નાંખવાથી વટાણાનો કલર એવો જ રહેશે. વટાણાને 5 મિનિટ સુધી ચઢવા દો અને પછી તેને ગાળી લો. તેને તરત જ ઠંડા પાણીમાં નાંખો. આ પ્રક્રિયાથી તે વધારે ચઢશે નહીં. લીલા વટાણાને એક અલગ જ કલર મળશે. આ સમયે લોટ,મીઠું અને પાણી મિક્સ કરીને લોટ તૈયાર કરો. કડક લોટ બાંધો અને 10 મિનિટ માટે અલગ રહેવા દો. હવે એક પેન કે કડાહીને ગરમ કરો અને તેલ ઉમેરો. હીંગ, જીરું, વરિયાળી ઉમેરો. તેને હલાવો. હવે વટાણા મિક્સ કરો. મીઠું, સિંધવ મીઠું, મરચાનો પાવડર, ધાણાજીરું અને આમચૂર પાવડર મિક્સ કરો. ગેસને ફાસ્ટ રાખો અને 2-3 મિનિટ સુધી ચઢવા દો. હવે મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો. એકવાર તે ઠંડા થાય તો તેમાં કોથમીરના પાન મિક્સ કરો. હવે બટાકા સ્મેશરની મદદથી વટાણાને મેશ કરો. તેની પેસ્ટ ન બનાવો અને તેને અધકચરું રાખો. લોટ બાંધીને તેને 4 ભાગમાં વહેંચી લો. એકમાં વટાણાનું સ્ટફિંગ ભરો અને તેને બંધ કરો. સ્ટફ્ડ લૂઆ પર થોડો મેંદો છાંટી લો અને ગોળ વણી લો. એક પેન ગરમ કરો અને વણેલા લોટને રાખો. બંને તરફથી અડધા શેકો અને પછી બંને તરફ ઘી કે તેલ લગાવીને સારી રીતે શેકી લો. આ પછી ગરમાગરમ સર્વ કરો.  

  • Follow us on: