- ડિનરમાં લાઈટ ફૂડની ઈચ્છા છે તો બનાવો ખીચડી
- હાંડી ખીચડી આપશે અલગ સ્વાદ
- ખીચડીનું પ્રોટીન વેટલોસમાં કરશે મદદ
ખીચડીને ગુજરાતી ઘરોમાં સૌથી પ્રિય ફૂડ માનવામાં આવે છે. જો તમે લચકો ખીચડીથી કંટાળ્યા છો તો શિયાળામાં તમે વેજિટેબલ ખીચડી બનાવી શકો છો અને તેને હાંડીમાં બનાવીને તેનો ખાસ સ્વાદ માણી શકશો. તે મેટાબોલિઝમને વધારે છે અને સાથે જ તેને પચાવવાનું પણ સરળ રહે છે. તેના સેવનથી ફૂડ ક્રેવિંગ શાંત રહે છે. તે ન્યૂટ્રિશન્સથી ભરપૂર છે. તે ઈનડાઈજેશનથી બચવામાં, વેટલોસમાં અને ડાયાબિટીસથી દૂર રાખવાની સાથે સાથે પિત્ત અને કફમાં રાહત આપે છે. તેને ખાવાથી બોડી ડિટોક્સ રહે છે. તો જાણો હાંડી ખીચડી કેવી રીતે ઘરે જ બનાવીને તેનો સ્વાદ માણી શકશો.
હાંડી ખીચડી
સામગ્રી
-4 કપ ચોખા
-3 નાની ચમચી કોથમીર સમારેલી
-1/2 કપ ડુંગળી
-1 કપ બટાકા
-1/2 કપ વટાણા
-1/2 કપ ફુલાવર
-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
-1 નાની ચમચી ધાણા પાઉડર
-1/2 ચમચી હળદર
-1 નાની ચમચી લાલ મરી પાવડર
-1 ચમચી લસણની પેસ્ટ
-2 નંગ ઈલાયચી
-1 ટુકડો તજનો
સર્વિંગ માટે
-છાશ
-પાપડ
રીત
સૌપ્રથમ કોથમીર, ડુંગળી, ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર, લસણની પેસ્ટ અને મીઠું સ્વાદાનુસાર એક મોટા મિક્સિંગ બાઉલમાં બરાબર મિક્સ કરી લો. બટાકા, વટાણા, ફુલાવર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેલ, ચોખા, ઈલાયચી અને તજ નાંખી ફરીથી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને હાંડીમાં ઉમેરીને બમણું પાણી નાંખી ધીમા તાપે 25 થી 30 મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવો. કોથમીર અને લીંબૂ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છાશ અને પાપડ સાથે સર્વ કરો.