- બ્રોકોલી અને પનીરથી બનાવો હેલ્ધી ટિક્કી
- ઘરે બનાવેલી ટિક્કીનો ટેસ્ટ પરિવારને આવશે પસંદ
- તિરુપતિ તેલની મદદથી ટિક્કીને મળશે અનોખો સ્વાદ
ટિક્કી એક એવી વાનગી છે જેને અનેક લોકો હેલ્ધી બ્રેકફાસ્ટ માટે પસંદ કરે છે. અનેક લોકો બટાકાની મદદથી તેને તૈયાર કરે છે. પરંતુ જો તમે હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી ખાવાનું પસંદ કરો છો તો તમે બ્રોકોલી અને પનીરની મદદથી તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો.
બ્રોકોલી, પનીર અને ઓટ્સની મદદથી સરળતાથી ટિક્કી ઘરે બની શકે છે અને તમે તેને તિરુપતિ કોટન સીડ્સ રિફાઈન્ડ તેલમાં બનાવશો તો તેનો સ્વાદ વધારે સારો લાગશે. ડિપ ફ્રાય કરેલી ટિક્કી હેલ્થ અને ટેસ્ટ બંને માટે બેસ્ટ રહે છે. તો જાણો કઈ સરળ વસ્તુઓની મદદથી તમે તેને ફટાફટ ઘરે જ તૈયાર કરી શકો છો.
બ્રોકોલી પનીર ટિક્કી માટે સામગ્રી
1/2 કપ છીણેલું બ્રોકોલી
1/2 કપ છીણેલું પનીર
1/3 કપ બારીક સુધારેલી ડુંગળી
1/2 ટીસ્પૂન ઝીણા સુધારેલા લીલા મરચા
1/2 ટીસ્પૂન લસણ
1/3 કપ ઓટ્સનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/2 ટીસ્પૂન ધાણાજીરાનો પાવડર
લીલા ધાણા કે કોથમીર
શેલો ફ્રાય કરવા માટે તિરુપતિ કોટન સીડ્સ રિફાઈન્ડ તેલ
આ રીતે બનાવો ટેસ્ટી ટિક્કી
એક પ્લેટ લો. તેમાં થોડું છીણેલું બ્રોકોલી લો. તેમાં છીણેલું પનીર મિક્સ કરો. આ પછી તેમાં સુધારેલી ડુંગળી પણ મિક્સ કરો. ડુંગળી મિક્સ કર્યા બાદ ઝીણા સુધારેલા લીલા મરચા, લસણ અને ઓટ્સના લોટને મિક્સ કરી લો. આ પછી તમે તેમાં રોજના મસાલા જેમકે સ્વાદ અનુસાર મીઠું, મરચું અને ધાણાજીરું મિક્સ કરો. હવે બધી વસ્તુઓને એકવાર ચમચીથી સારી રીતે હલાવી લો અને ત્યારબાદ તેને હાથથી મિક્સ કરો. ટિક્કી માટેનું મસ્ત મિશ્રણ તૈયાર થશે. તેમાંથી તમે થોડા લૂઆ હાથમાં લો અને તેને ટિક્કીનો શેપ આપો.
હવે એક પેન લો અને તેને ધીમા ગેસ પર ગરમ કરો. તેમાં તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ તેલ ગરમ કરો. આ પછી ટિક્કીને વારાફરતી તેમાં મૂકો અને શેલો ફ્રાય કરો. જ્યારે ટિક્કી ગોલ્ડન બ્રાઉન બને ત્યારે તમે તેને કાઢી લો. તમારી ટિક્કી પીરસવા માટે તૈયાર છે. આ ટિક્કીને તમે સવારના નાસ્તામાં કે મહેમાનો માટે પણ બનાવી શકો છો. તે ખાસ કરીને લીલી ચટણી સાથે બેસ્ટ ટેસ્ટ આપે છે. તો તમે પણ કરો ટ્રાય.
આ લિંકથી ખરીદી કરી શકશો : https://shop.tirupatioils.com/cottonseed-oil.html
Disclaimer : આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે