- રેડ, બ્લૂ, વ્હાઈટ અને બ્રાઉન આઉટફિટ્સ કરો ટ્રાય
- થ્રી પીસ પેન્ટસૂટમાં રશ્મિકાનો લૂક કરી લો ફોલો
- આઈવરી સ્કર્ટ સેટ પણ બેસ્ટ ચોઈસ બની શકે છે
વેલેન્ટાઈન વીક નજીકમાં છે, એવામાં તમે તમારા પાર્ટનરની સાથે ડેટ પર જવાનું વિચારી રહ્યા છો તો તમે રશ્મિકા મંદાનાનો બોસ લેડી લુક ટ્રાય કરી શકો છો. એવામાં તમે ડિફરન્ટ દેખાશો અને સાથે ગ્લેમરસ પણ. તો જાણો કયા આઉટફિટ્સ રહેશે બેસ્ટ.
રશ્મિકા મંદાનાના પેન્ટસૂટ લુક મસ્ત ઓપ્શન છે. એક્ટ્રેસે ડીપ પેન્ટસૂટ કેરી કર્યો છે. સાથે ફુલ સ્લીવ ઓવરસાઈઝ બ્લેઝર કેરી કર્યું છે. કર્લી વાળની સાથે સટલ મેકઅપ લુક સુંદર લાગી રહ્યો છે.

થ્રી પીસ પેન્ટસૂટ લુકમાં રશ્મિકા ગ્લેમરસ લાગી રહી છે. સ્કાય બ્લૂ કલરના પેન્ટસૂટમાં રશ્મિકા કોઈ બોસ લેડી લૂકથી ઉતરતો લૂક આપી રહી નથી. એક્ટ્રેસે રોઝી મેકઅપ અને વિંગ્ડ આઈ લાઈનર યૂઝ કરીને બેસ્ટ લૂક આપ્યો છે.

વેલેન્ટાઈન વીક પર રશ્મિકાનું આઈવરી સ્કર્ટ સેટ પણ શાનદાર આઉટફિટ માટે પરફેક્ટ ચોઈસ હોઈ શકે છે. કેઝ્યુઅલ લૂક ડિફરન્ટ જોવા મળી રહ્યો છે. આ લુકની સાથે ગોલ્ડન એક્સેસરીઝ કેરી કરી શકાય છે.

ઓફ શોલ્ડર શિમરી બ્રાઉન ડ્રેસમાં રશ્મિકાનો લુક શાનદાર લાગી રહ્યો છે. તેમના ડ્રેસમાં કોઈ પ્રિન્ટ નથી. એક્ટ્રેસે મિનિમલ મેકઅપની સાથે ઝીરો એક્સેસરી લુક કેરી કર્યો છે.