નેપાળ
નેપાળની મુલાકાત લેવા માટે, તમે રોડ, ટ્રેન અથવા હવાઈ માર્ગે જઈ શકો છો. અહીં વિશ્વનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે જે પ્રવાસીઓના મનને મોહી લે છે. નેપાળ જવા માટે ભારતીય નાગરિકતાનો પુરાવો રજૂ કરવો પૂરતો છે. સુંદર ખીણો જોવા માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે.
થાઈલેન્ડ
ભારતીયોને થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નથી. અહીં, વિઝા ઓન અરાઈવલ મુજબ તમે 15 દિવસ માટે અહીંના સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો. ઓછા ખર્ચે મુસાફરી કરવા માટે થાઈલેન્ડ બેસ્ટ પ્રવાસી સ્થળોમાંનું એક છે.
ઈન્ડોનેશિયા
જો તમે પણ પ્રકૃતિનો સુંદર નજારો જોવા માંગતા હોવ તો ઈન્ડોનેશિયાની સફર એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. અહીં તમે બજેટમાં ઊંડા સમુદ્ર અને પહાડોની સુંદરતાનો આનંદ માણી શકો છો. વિઝા ઓન અરાઈવલ મુજબ તમે અહીં 30 દિવસ રોકાઈ શકો છો.
માલદીવ
માલદીવ પ્રેમીઓ માટે મુલાકાત લેવા માટેનું બેસ્ટ સ્થાન છે. લગ્ન પછી, તમે અહીં હનીમૂન પ્લાન કરી શકો છો અથવા પરિવાર સાથે આવી શકો છો. તમારે અહીં આવવા માટે પણ કોઈ વિઝાની જરૂર પડશે નહીં.
ફિજી
જો તમે સુંદર દેશની મુલાકાત લેવા માંગતા હો, તો તમે ફિજીની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. દુનિયાભરના પ્રવાસીઓને આ જગ્યા ખૂબ જ ગમે છે. અહીં મુલાકાત લેવા માટે, તમારી પાસે માન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે અને વિઝા ઓન અરાઈવલ મુજબ તમે અહીં 4 મહિના સુધી રહી શકો છો.
બોલિવિયા
આ સિવાય દક્ષિણ અમેરિકામાં બોલિવિયાની મુલાકાત લઈ શકો છો. તમારે અહીં આવવા માટે પણ કોઈ વિઝાની જરૂર પડશે નહીં.
આફ્રિકા
અંગોલા, બુરુન્ડી, કેપ વેર્દે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, ઈથીયોપિયા, ગબોન ગિની બિસુ, કેન્યા, મેડાગાસ્કર, મારિશિયાના, મોરેશિયસ, મોઝામ્બિક, રવાંડા, સેનેગલ, સેશેલ્સ, સિએરા લિયોન, તંજાનિયા, ટોગો, ત્રિનિદાદ એન્ડ ટોબાગો, ટ્યૂનિશિયા અને ઝિમ્બાબ્બે.
એશિયા
ભૂતાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, ઈરાન, લાઓસ, મકાઉ, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, પલાઉ આઈલેન્ડ, કતર, શ્રીલંકા, થાઈલેન્ડ અને તિમોર લેસ્તે.
ઓસિએનિયા
કૂક આઈલેન્ડ, ફિજી, કિરીબાતી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનેશિયા, નિયૂ, સમોઆ અને તુવાલુ.
નોર્થ અમેરિકા
બાર્બાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, જમૈકા, મોન્ટસેરાટ, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા અને સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડિન્સ.