- 2021માં દુનિયામાં 4 કરોડ બાળકોને ઓરીની રસી ન મળી
- 2021માં દુનિયામાં અંદાજે 90 લાખ નવા કેસ અને 1,28,000 મોત થયા
- 95 ટકાથી વધુ મોત વિકાસશીલ દેશમાં થયા હોવાનું આવ્યું સામે
વૈશ્વિક મહામારી કોરોનાના પ્રકોપ દેશમાં હજુ ખતમ થયો નથી કે સાથે જ ઓરીની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારી નવજાત બાળકોને ઝપેટમાં લઈ રહી છે અને સાથે જ આ બીમારીથી અનેક બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કેટલાક બાળકો અંધત્વનો શિકાર બન્યા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકી સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે હવે વિશ્વ સ્તરે અલગ અલગ ક્ષેત્રમાં ઓરીના ફેલાવવાની આશંકા છે. જ્યારે કોરોનાની વેક્સિન પર ભાર મૂકાયો તો ઓરીની રસીમાં ઘટાડો આવ્યો. આ કારણે નવજાત બાળકોને જીવનું જોખમ વધ્યું હોવાનું સામે આવ્યું છે.
2021માં દુનિયામાં 4 કરોડ બાળકોને ઓરીની રસી ન મળી
રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2021માં દુનિયામાં લગભગ 4 કરોડ બાળકો ઓરીની રસી ચૂક્યા છે. સરકારી વ્યવસ્થાઓ કોરોનાની વેક્સીનની તરફ ધ્યાન આપી રહી હતી ત્યારે બાળકોની આ મહત્ત્વની વેક્સીન રહી ગઈ. ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષ 2021માં દુનિયામાં ઓરીના અનુમાનિત 90 લાખ નવા કેસ સામે આવ્યા અને 1,28,000 મોત થયા. હેરાનીની વાત એ છે કે 95 ટકાથી વધુ મોત વિકાસશીલ દેશ જેવા કે આફ્રિકા અને એશિયામાં થઈ છે. દુનિયામાં લગભગ 22 દેશોએ આ ભયંકર બીમારીનો પ્રકોપ સહન કર્યો છે. કોરોના અને ઓરીની વેક્સીનમાં બેદરકારીના કારણે આ બીમારી દુનિયા માટે ખતરો બની છે.
શું છે સારવાર
ઓરીની બીમારીને રસીની મદદથી રોકી શકાય છે. આમ તો તેની કોઈ ખાસ સારવાર નથી પરંતુ તેના વિરોધમાં 2 ડોઝની વેક્સીન ગંભીર બીમારી અને મોતને રોકવામાં 97 ટકા કારગર છે. આ બીમારીથી બચવા માટે બાળકોને 2 રસીને અલગ અલગ સમયે લગાવવામાં આવે છે. આ પછી તેનો ખતરો ઓછો રહે છે.
ભારતમાં જાણો સ્થિતિ
દેશમાં ઓરીથી સંક્રમિત દર્દીની વાત કરીએ તો તે 233 છે. મૃત્યુ પામનારની સંખ્યા 12 છે. મુંબઈમાં 13 નવા કેસ સામે આવ્યા છે અને 1 દર્દીનું મોત નીપજ્યું છે.સતત આ બીમારી ભારતમાં પણ પગપેસારો કરી રહી છે. જો સમય રહેતા તેને કંટ્રોલમાં નહીં લેવામાં આવે તો કોરોના જેવી સ્થિતિ દેશમાં પણ આ રોગના કારણે સર્જાઈ શકે છે.