- આયુર્વેદમાં શિંગોડાને માનવામાં આવે છે લાભદાયી
- અનેક લોકો ફરાળમાં તેને વિવિધ રૂપમાં કરે છે ઉપયોગ
- થાયરોઈડના દર્દીઓ માટે તેનું સેવન ફાયદારૂપ છે
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ સીઝનમાં અનેક એવા સીઝનલ ફળ અને શાક આવે છે જે હેલ્થ માટે ગુણકારી હોય છે. તેમાંથી એક છે શિંગોડા. આ એક એવું ફળ છે જે વ્રતના સમયે ઉપયોગમાં લેવાય છે. અનેક લોકો તેને કાચા, બાફીને કે પછી તેનો લોટ પણ ઉપયોગમાં લે છે. એટલું નહીં તેને આયુર્વેદમાં તેને લાભદાયી માનવામાં આવે છે. શિંગોડામાં વિટામિન એ, સી, મેંગેંનીઝ, થાઈમીન, કાર્બોહાઈડ્રેટ, ટેનિન, સિટ્રિક એસિડ, રીબોફ્લેવિન, એમિલોઝ, ફાસ્ફોરાઈલેઝ, એમિલોપેક્તી, બીટા એમિલેજ, પ્રોટીન, ફેટ અને નિકોટેનિક એસિડ જેવા પોષક તત્વો હોય છે જે શરીરને અનેક લાભ આપવામાં મદદ કરે છે. તો જાણો શિંગોડાથી થતા ફાયદા વિશે.
વજન ઘટાડવા માટે
જો તમે શિયાળામાં વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમારા ડાયટમાં શિંગોડાનો ઉપયોગ કરી શકો છો. શિંગોડામાં ફાઈબર સારા પ્રમાણમાં મળે છે. તેનાથી પાચનમાં લાંબો સમય લાગે છે અને પેટ લાંબો સમય ભરેલું રહે છે. તે તમને ઓવરઈટિંગથી બચાવે છે.
થાયરોઈડ માટે
થાયરોઈડના દર્દી માટે શિંગોડાનું સેવન લાભદાયી રહે છે કેમકે તેમાં રહેલા આયોડીન, મેગેનીઝ જેવા મિનરલ્સ થાયરોઈડની રોકધામમાં ખાસ ભૂમિકા નિભાવી શકે છે.
નબળાઈ માટે
શિંગોડામાં કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા તત્વો મળે છે જે એનર્જીના લેવલને વધારવામાં મદદ કરી શકે છે. જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો તો શિંગોડાને ડાયટમાં સામેલ કરી શકો છો.
વાળ માટે
શિયાળામાં વાળની સમસ્યા સૌથી વધારે પરેશાન કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો તમે ડાયટમાં શિંગોડા સામેલ કરો. તેમાં રહેલા નિમેનિક અને લોરિક એસિડ વાળને નુકસાન થતું અટકાવવામાં મદદ કરે છે.