- ડાઘ કે નિશાન વાળા ગાજર ન ખરીદો
- ખરીદી પહેલા ચાખીને કરી લો ટેસ્ટ
- ડાર્ક નારંગી કે લાલ ગાજર ખરીદવા સારા
રાજ્યમાં અનેક જગ્યાઓએ ઠંડીની શરૂઆત થઈ છે. આ સમયે શિયાળાના અનેક શાક માર્કેટમાં જોવા મળે છે. જો તમે આ સીઝનમાં ગાજરનો ઉપયોગ કરો છો તો તમે તેની ખરીદીમાં પણ ધ્યાન રાખો તે જરૂરી છે. ગાજર અનેક પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. તે આંખની દૃષ્ટિને નબળી કરે છે. આ સીઝનમાં કયા ગાજર સારા છે અને કયા ગળ્યા રહેશે તે જાણી લેવું જરૂરી છે. તો જાણો ખાસ ટિપ્સને વિશે.
ગાજર ખરીદતા સમયે ન કરશો ભૂલ
તમે જ્યારે માર્કેટમાં ગાજર ખરીદવા જાઓ છો તો શક્ય છે કે તમે ભૂલ કરી બેસો. ઉપરથી સારા દેખાતા ગાજર ક્યારેક ફિક્કા કે કડવા આવે તે શક્ય છે. એવામાં જ્યારે પણ બજારમાંથી ગાજર ખરીદીએ છીએ તો તેની પસંદગીમાં ધ્યાન રાખવું. પરફેક્ટ અને ગળ્યા ગાજરની પસંદગી મુશ્કેલ છે. જાણો કેટલીક ખાસ ટિપ્સ જેનાથી તમે સારા ગાજર ખરીદી શકશો.
રંગથી કરો ગાજરની ઓળખ
સારા ગાજર ખરીદવા માટે તેના કલરની ઓળખ હોય તે જરૂરી છે. માર્કેટમાં અનેક રંગના ગાજર મળે છે. કહેવાય છે કે ડાર્ક નારંગી કે લાલ ગાજર ખરીદવા સૌથી સારું માનવામાં આવે છે. જાડા ગાજર સ્વાદમાં ગળ્યા હોય છે અને પાતળા ગાજર શાકમાં યૂઝ કરાય છે. આ સાથે આછા ગુલાબી રંગના અને પાતળા ગાજરની ખરીદી પણ યોગ્ય રહે છે.
કેવી રીતે જાણશો કે ગાજર તાજા છે કે નહીં
જો ગાજરની ઉપરના પાન મુરઝાયેલા છે તો તેનો અર્થ એ છે કે તે તાજા નથી. આ સાથે તેના પાનની સ્મેલથી પણ ઓળખ કરી શકાય છે. તમે ગાજરથી કોઈ સ્મેલ નથી લઈ શકતા તો તમે તે ગાજર ન ખરીદો તે યોગ્ય છે.
ગાજર ખરીદતી સમયે રાખો આ વાતનું ધ્યાન
1. ડાઘ કે નિશાન વાળા ગાજર ન ખરીદો કેમકે તેનો સ્વાદ બેકાર હોઈ શકે છે.
2. ગાજર ખરીદતા પહેલા સેમ્પલના રૂપમાં તમે તેને ટેસ્ટ પણ કરી શકો છો.
3. વધારે વજનવાળા ગાજર ખરીદવા નહીં કેમકે તેમાં પીળો ભાગ વધારે હોય છે.
જાણો હેલ્થ માટે કેટલા ફાયદારૂપ છે ગાજર
શરીરને માટે ગાજરના અનેક લાભ છે તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ મળે છે જે ફ્રી રેડિકલ્સના પ્રભાવથી બચાવી શકે છે. ગાજર ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ અલગ અલગ રીતે હ્રદય રોગમાં પણ મદદ કરી શકે છે. સારા પાચનતંત્ર માટે તેનું સેવન જ્યૂસ કે સલાડના રૂપમાં કરી શકાય છે. ગાજરમાં રહેલા બીટા કેરોટિન એક ઓર્ગેનિક પિગમેન્ટ છે જે ગાજરમાં સમૃદ્ધ પ્રમાણમાં મળી રહે છે.