- દક્ષિણ ભારતમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે
- કુમારકોમ, બિનસર, બડોગ, શ્રીનગર સૌથી સુંદર પ્લેસીસ
- ગોવા, મુન્નાર, શોધી અને પહેલગામ બનશે સારો પ્લાન
વર્ષનો સૌથી છેલ્લો અને સુંદર મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આ મહિનામાં ક્રિસમસની સાથે લોકો નવા વર્ષને પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે આ સમયે અનેક લોકો ફરવાનો પ્લાન કરી રહ્યા છે. 20 ડિસેમ્બર બાદ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવા લાગે છે અને તેના કારણે પ્રવાસીઓ આ સમયે ફરવાનું પસંદ કરે છે. હિમવર્ષાના સમયે પહાડી વિસ્તારોમાં પરીઓની વાતોની જેમ સુંદર દ્રશ્યો પણ જોઈ શકાય છે. ક્રિસમસના સમયે મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ જાય છે. એવામાં આ સમયે બરફથી ઠંકાયેલા ઉંચા પહાડો અને દૂર દૂર સુધી દેખાતો બરફ અને જામેલી નદીઓ જોવાનું મનમોહક રહે છે. આ સિવાય અનેક એવી જગ્યાઓ છે જે સુંદર છે અને તમે ક્રિસમસ અને નવા વર્ષે કોઈ ખાસ જગ્યાએ મનાવવા ઈચ્છો છો તો આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ પ્લેસ બની શકે છે.
કુમારકોમ
કુમારકોમ વેમ્બાનદના કિનારે આવેલું કેરળનું એક નાનું અને સુંદર શહેર છે. દક્ષિણ ભારતમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. એવામાં કેરળમાં સ્થિત કુમારકોમ ક્રિસમસ અને નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે પરફેક્ટ જગ્યા સાબિત થઈ શકે છે.
બિનસર
ઉત્તરાખંડના બિનસરથી અનેક લોકો અજાણ છે. જો તમે દિલ્હીના બિનસર જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે રોડ ટ્રિપથી અહીં 8-9 કલાકમાં પહોંચી શકો છો. ક્રિસમસના સમયે અહીં બરફવર્ષા થાય છે. અહીં નંદા દેવી પીકનો નજારો સુંદર જોવા મળે છે.
ગોવા
જો તમને વધારે ઠંડી પસંદ નથી તો તમે ક્રિસમસ અને નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે ગોવા પણ જઈ શકો છો. ક્રિસમસ અને ન્યૂ યરના સમયે અહીં વધારે પાર્ટીનું આયોજન કરાય છે. જો પાર્ટી કરવાનું પસંદ છે તો તમે ગોવા જઈને પરફેક્ટ રીતે એન્જોય કરી શકો છો. અહીં ક્રિસમસ અને ન્યૂ યરને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બડોગ
બડોગ, હિમાચલના ઓફબીટ ડેસ્ટિનેશનમાંથી એક છે. અહીં પ્રવાસીઓની ભીડ ઓછી રહે છે. ક્રિસમસના સમયે અહીં બરફવર્ષા થાય છે તો ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે તમે આ જગ્યાને પરફેક્ટ રીતે પ્લાન કરો. બડોગનું રેલવે સ્ટેશન પણ ફેમસ છે. તેને યૂનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળમાં સામેલ કરાયું છે.

શ્રીનગર
શ્રીનગરની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી રહી છે. જો તમે કોઈ પણ સીઝનમાં ફરવા જવા ઈચ્છો છો તો તમે અહીં જઈ શકો છો. જો તમે ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા છો તો તમારા માટે આ સમય હંમેશા માટે યાદગાર રહેશે. અહીં ઊંચા બરફના પહાડ, જમેલી ડલ ઝીલ અને ઝાડ પર જામેલો બરફ જોવાની મજા તમને અલગ રોમાંચ આપે છે. દર વર્ષે ક્રિસમસના સમયે અહીં વિન્ટર કાર્નિવલનું આયોજન પણ કરાય છે.
મુન્નાર
ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે દક્ષિણ ભારત સ્થિત મુન્નાર સુંદર જગ્યાઓમાં એક છે. મુન્નાર એક પહાડી ક્ષેત્ર છે, અહીં તમે પહાડ અને ચાના બગીચા જોઈ શકો છો. દક્ષિણ ભારતમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.અનેક સુંદર હોટલ્સ સિવાય અહીં હોમસ્ટે પણ છે જ્યાં તમે ઓછા બજેટમાં રહી શકો છો.
પહેલગામ
કાશ્મીર સ્થિત પહેલગામમાં ક્રિસમસની આસપાસ વધારે બરફ જોવા મળે છે. જો તમે બરફવર્ષાના શોખીન છો તો તમે વિન્ટર વેકેશન માટે અહીં જઈ શકો છો. અહીં બરફીલી સીઝનમાં ગરમ કાવો પીવાની અલગ જ મજા છે.
શોધી
શોધી શિમલાની પાસે સુંદર જગ્યા છે. ક્રિસમસના સમયે અહીં બરફવર્ષા થાય છે. તમે અહીં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં જઈને ગરમાગરમ હોટ ચોકલેટ, પેનકેક, મોમોઝ ખાઓ. સોધી, શિમલાથી પણ વધારે સુંદર અને શાંત જગ્યા છે. ક્રિસમસ બ્રેક માટે તમે અહીં જઈ શકો છો.