- તુલસી શ્યામની એન્ટી ગ્રેવિટી સડક અલગ અહેસાસ આપશે
- ડુમસ બીચ ભારતની સૌથી ડરામણી જગ્યાઓમાંનો એક
- કરિયાણા ગામના જાદુઈ પત્થરો છે જાણીતા
ગુજરાતમાં તમે અનેક સુંદર જગ્યાઓ જોઈ હશે. તેની વાતો પર તમને વિશ્વાસ નહીં થાય તે શક્ય છે. તો જાણો ગુજરાતની કેટલીક રહસ્યમયી જગ્યાઓના નામ અને કરો આ જગ્યાઓએ ફરવાનો પ્લાન. ગુજરાતને ભારતના જાણીતા પ્રવાસન સ્થળોમાં ગણવામાં આવે છે. અહીંની એકથી એક સંસ્કૃતિ અને ભૌગોલિક સ્થિતિ પર્યટકોને નવો અનુભવ આપે છે. પ્રાચીન સમુદ્રી તટ, કચ્છની ખાડી અને અનેક પર્વતમાળાઓથી આ જગ્યાઓ તેની સુંદરતાને વધારે છે. પરંતુ આ સાથે પણ કેટલીક રહસ્યમયી અને ડરામણી જગ્યાઓ છે જેની વાતો ડરામણી હોઈ શકે છે. તો જાણો આ જગ્યાઓ વિશે.
તુલસી શ્યામ
તુલસી શ્યામની એન્ટી ગ્રેવિટી સડક ગિર નેશનલ પાર્કમાં આવેલી છે. આ સડક પર ગાડીઓ ચાલે છે. કહેવાય છે કે અહીં પાણી પણ ગુરુત્વાકર્ષણ ખેંચાણના કારણે ઉપરની તરફ જાય છે.
કાળો ડુંગર
કાળો ડુંગર કચ્છની ખાડીનો સૌથી ઊંચો પોઈન્ટ છે. આ જગ્યાને એક રહસ્યમયી જગ્યા પણ માનવામાં આવે છે. જે પણ આ જગ્યાએ દોડે છે તેની સ્પીડ જાતે જ વધી જાય છે.
ડુમસ બીચ
સુરતનો ડુમસ બીચ ભારતની સૌથી ડરામણી જગ્યાઓમાંનો એક છે. અનેક વિચિત્ર ગતિવિધિઓ લોકો અનુભવે છે. સદીઓ પહેલાં અહીં એક કબર હતી અને તે ડરામણી જગ્યાઓ હોવાનું એક કારણ પણ માનવામાં આવે છે.
ઉન્નઈ
ઉન્નઈ ગુજરાતમાં બરદોલીની પાસે એક ઐતિહાસિક જગ્યા છે. માનવામાં આવે છે કે આ તળાવના પાણીને અડવાથી જ લોકોની દરેક બીમારી સારી થઈ જાય છે. આ તળાવનું પાણી આખું વર્ષ ગરમ રહે છે.
જાદુઈ પત્થર
ગુજરાતમાં નાનું ગામ છે કરિયાણા. આ ગામમાં જાદુઈ પત્થર મળે છે જેમાં અનેક વિચિત્ર અવાજો સંભળાય છે. આ પત્થરોના કારણે આ ગામ ગુજરાતની રહસ્યમયી જગ્યાઓમાં એક મનાય છે.