• વોટર આઈ-ડી કાર્ડ માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
  • ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ-6 ભરવું જરૂરી

 લોકસભા-2024ની ચૂંટણીની તારીખોની જાહેરાત હવે થઈ ચુકી છે. દેશની તમામ 543 લોકસભા બેઠકો અને ચાર રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એકસાથે થઈ છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં આશરે 97 કરોડ મતદારો સામેલ થયા છે. આ ચૂંટણીમાં 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાર કરશે. આ ચૂંટણીની મતગણતરી ચાર જૂને થશે.

લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ હોય છે. આ માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું જોઈએ. તમારી પાસે મતદાર ઓળખ પત્ર પણ હોવું જોઈએ. જો તમારું નામ મતદાર યાદીમાં નથી અથવા લોકસભા ચૂંટણીથી પહેલા તમે સરળતાથી તમારું નામ વોટર લિસ્ટમાં ઉમેરાવી શકો છો. આ માટે જરૂરી છે કે તમે ભારતીય નાગરિક હો અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય.

અહીં અમે તમને દર્શાવી રહ્યા છીએ કે તમે ઘરે બેઠા અથવા ચૂંટણી પંચની કચેરીએ જઈ તમારું નામ મતદાતા યાદીમાં કોઈ રીતે સામેલ કરાવી શકો છો.

મતદાર યાદીમાં સામેલ થવા યોગ્યતા શું છે?

મતદાર યાદીમાં સામેલ થવા માટે કોઈ પણ વ્યકિત ભારતીય નાગરિકની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

મતદાર બનવા માટે શું કરશો ?

ઘરે બેઠા મતદાતા યાદીમાં નામ જોડાવવા માટે તમારે ફોર્મ નંબર-6 ભરવું પડશે. આ ફોર્મ તમારે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ Voters.eci.gov.in પર મળશે. જો તમારું નામ મતદાર યાદીમાં સામેલ છે, પરંતુ તમારે પોતાનું સરનામું અથવા બીજી કોઈ જાણકારી બદલવાની છે તો તમારે ફોર્મ-8 ભરવું પડશે.

કયા દસ્તાવેજ જરૂરી છે ?

મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખ કાર્ડ (આધાર કાર્ડ અથવા બીજું કોઈ આઈડી) જ્યાં રહો છો ત્યાંનો પુરાવો (વીજળી બિલ અથવા અન્ય દસ્તાવેજ), ઉંમર પ્રમાણ પત્ર (ધોરણ-10ની માર્કશીટ અથવા જન્મપ્રમાણ પત્ર)

નવા વોટર આઈ-ડી કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો ?

ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ Voters.eci.gov.in જાવ. નવા મતદાતા તરીકે નોંધણી કરવાનો વિકલ્પ પસંદ કરો.

પેજમાં લોગ-ઈન કરો

એકાઉન્ટ બનાવ્યા પછી ફોર્મ-6 ભરી લો. તમામ જરૂરી દસ્તાવેજ અને ફોટો પોસ્ટ કરો. તમામ જાણકારી ખરી કર્યા બાદ સબમિટ કરો. તમારા રાજ્યનું નામ અને સંદર્ભ નંબર માટે અરજીનું સ્ટેટસ જોઈ શકો છો.

નવા વોટર આઈ-ડી કાર્ડ માટે ઓફલાઈન કેવી રીતે અરજી કરશો?

નવું વોટર આઈડી કાર્ડ ઓફલાઈન બનાવવા માટે અથવા તેમાં ફેરફાર કરાવવા માટે ચૂંટણી રજિસ્ટ્રેશન ઓફિસરની નજીકની કચેરીમાં જાવ. અહીં તમને ફોર્મ-6 અથવા ફોર્મ-8 ભરવા માટે કહેવામાં આવશે અને જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. ત્યારબાદ આની સાથે સંકળાયેલા અધિકારી તપાસ પછી મતદાર યાદીમાં તમારું નામ ઉમેરશે. આમાં કોઈ વિલંબ થતા અધિકારી તમને જાણ કરશે.

  • Follow us on: