• જનતા કયા પક્ષને આપશે સાથ!
  • 2014માં એનડીએને 336 તો યુપીએને 60 બેઠકો મળી
  • 2019માં એનડીએએ 353 બેઠકો જીતી જેમાં ભાજપની 303

લોકસભા ચૂંટણી 2024ને લઈને આજે સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં 8 રાજ્યોની 57 સીટો માટે વોટિંગ સાંજે 5 વાગે પૂરું થશે. આ સાથે જ 4 જૂને પરિણામ પણ જાહેર થવાનું છે. તો જાણો 2014 અને 2019માં કેવી હતી તમામ પાર્ટીની સ્થિતિ. આ પરિણામની વાત કરીએ તો આજે સાંજ સુધીમાં તમામ બેઠકોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. તો જાણો તમામ મહત્ત્વની અપડેટ્સ સંદેશ ન્યૂઝની સાથે.

કયા તબક્કામાં કેટલું થયું છે વોટિંગ

  • પ્રથમ તબક્કો (એપ્રિલ 19): 66.14%
  • બીજો તબક્કો (26 એપ્રિલ): 66.71%
  • ત્રીજો તબક્કો (7 મે): 65.68%
  • ચોથો તબક્કો (મે 13): 69.16%
  • પાંચમો તબક્કો (મે 20): 62.2%
  • છઠ્ઠો તબક્કો (25 મે): 63.36%

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે, બીજામાં 13 રાજ્યોની 88 બેઠકો માટે, ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 94 બેઠકો, ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો અને પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો તો છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન થયું હતું.

તમામ પક્ષોએ જનતાને આકર્ષવાના કર્યા પ્રયાસ

દરેક તબક્કામાં જેમ જેમ ચૂંટણી આગળ વધી તેમ રાજકીય પક્ષોએ પોતાનું ઉગ્ર રૂપ પણ બતાવ્યું છે. સત્તા પક્ષ અને તેમાં તેના સહયોગી પક્ષોએ વિપક્ષને ઘેર્યું છે. વિપક્ષે પણ વળતા પ્રહાર કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ તમામ દાવાઓ કેટલા સાચા છે અને કયા પક્ષને જનતાનો સાથ મળશે તે 4 જૂને જ ક્લિયર થશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે 2014 અને 2019માં કેવું રહ્યું લોકસભા ચૂંટણીનું પરિણામ.


2014માં લોકસભા ચૂંટણીનું પરિણામ

ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનએ 2014માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારને ભારે જીત સાથે પછાડી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને 336 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 60 બેઠકો મળી હતી.


2019માં લોકસભા ચૂંટણીનું પરિણામ

લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સતત બીજી જીત મેળવી. ગઠબંધન 543માંથી 353 બેઠકો જીતીને વિજયી બન્યું હતું. એનડીએ દ્વારા જીતવામાં આવેલી કુલ બેઠકોમાંથી ભાજપે 303 બેઠકો જીતી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) લગભગ 93 બેઠકો સુધી મર્યાદિત હતું.

નોંધ- 2024ના પરિણામનું ચિત્ર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થશે. આ માટેના તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો સંદેશ ન્યૂઝની સાથે.

  • Follow us on: