ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 'તીર્થ યાત્રી સેવા' શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા તેમજ તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટેની એક વ્યાપક પહેલ છે.


તીર્થયાત્રીઓની સેવા કરીએ છીએ, આશીર્વાદ મળે છે: અનંત અંબાણી

પોતાની ‘વી કેર’ ફિલસૂફી દ્વારા માર્ગદર્શન પામીને રિલાયન્સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે તીર્થયાત્રીઓની સેવા કરીએ છીએ, ત્યારે આપણને પણ આશીર્વાદ મળે છે. આધ્યાત્મિક યાત્રા પર ગયેલા યાત્રીઓ માટે અમારી સેવાઓ, સહસ્ત્રાબ્દીમાં એક વખત આવતા આ પ્રસંગમાં અહીં આવનારા લોકોમાંથી સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવાનો હેતુ ધરાવે છે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું.

રિલાયન્સના સ્વયંસેવકો લોકોની સેવામાં સતત ખડેપગે

વધુમાં અનંત અંબાણીએ કહ્યું કે 'વી કેર' ફિલસૂફીમાં અમે માનીએ છીએ. વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે. વ્યક્તિની દૈનિક જરૂરિયાતના ભાગરૂપે રિલાયન્સ તેના અન્ના સેવા કાર્યક્રમ દ્વારા દરરોજ હજારો યાત્રાળુઓને ગરમ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. રિલાયન્સના સ્વયંસેવકો વિવિધ અખાડાઓમાં મફત ભોજન અને પાણી સાથે અન્ય ઘણી સગવડો પૂરી પાડે છે.

યાત્રાળુઓની યાત્રા વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવાનો પ્રયાસ

રિલાયન્સ શારદા પીઠ મઠ ટ્રસ્ટ દ્વારકા, શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાલય ફાઉન્ડેશન, નિરંજની અખાડા, પ્રભુ પ્રેમી સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરમાર્થ નિકેતન આશ્રમ સહિતની પ્રસિદ્ધ આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સહયોગ કરી રહ્યું છે, જેથી આ સંસ્થાઓની સેવાઓની પહોંચને મહત્તમ કરી શકાય અને યાત્રાળુઓના વિશાળ વર્ગ સુધી પહોંચી શકાય. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં એકત્ર થતાં હોવાથી રિલાયન્સ મહાકુંભ 2025ના સમગ્ર સમયગાળા દરમિયાન સમુદાયની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘તીર્થ યાત્રી સેવા’ દ્વારા રિલાયન્સ એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે યાત્રાળુઓની યાત્રા સુરક્ષિત, આરામદાયક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને.

  • Follow us on: