નવ દિવસના નવ પ્રકારના આઉટફીટ માટે સૌ કોઇ તૈયારી કરી શકે એ શક્ય નથી. પરંતુ ફેશનની અવનવી ટ્રીક અને મિક્સ-મેચની સ્ટાઇલથી આઉટફીટને આકર્ષક બનાવી શકાય. અને તમારા દેખાવને સુંદર પણ કરી શકાય છે.
નવ દિવસના વિવિધ રંગ
શારદીય નવરાત્રિમાં દરરોજ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. નવ દેવીઓના પોતાના વિવિધ રંગો છે. જે રંગ દ્વારા તેમની ઓળખ અને પૂજા-આરાધના કરવામાં આવે છે. આ તમામ રંગો દ્વારા સકારાત્મક ઉર્જા મળે છે. અને જીવનમાં સૌભાગ્ય પણ વધે છે. સિમ્પલ લુક સાથે નવ પ્રકારના વિવિધ રંગના દુપટ્ટાઓની સ્ટાઇલ કરવામાં આવે તો તમારો આઉટફીટ સ્ટાઇલીશ અને એથનિક બનશે. જેના કારણે તમે નવરાત્રીમાં આકર્ષણ જમાવી શકશો.
Also Read
Navli Navratri 2025: કોટામાં વિશ્વનો સૌથી મોટો રાવણ થઇ રહ્યો છે તૈયાર, પહેલી વાર રિમોટથી કરાશે દહન
Navratri 2025: નવરાત્રિમાં બનશે શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ...આ રાશિને તો લોટરી પાક્કી !
Navratri News: અમદાવાદના પાર્ટી પ્લોટમાં રાત્રે 12 વાગ્યા સુધી અને શેરી ગરબા મોડા સુધી ચાલુ રાખો: હિન્દુ સંગઠનની માગ
પ્રથમ દિવસ માતા શૈલપુત્રીનો સફેદ રંગ
નવરાત્રિનો પ્રથમ દિવસ ઘટસ્થાપના કહેવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને સફેદ રંગ પ્રિય છે. સફેદ રંગનો દુપટ્ટો ડાર્ક કપડા સાથે પહેરવાથી સ્ટાઇલીશ લુક બનાવી શકાય છે.
બીજો દિવસ માતા બ્રહ્મચારિણીનો નારંગી રંગ
નવરાત્રિના બીજા દિવસે બુદ્ધિ અને જ્ઞાનની દેવી માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને નારંગી રંગ પ્રિય છે. આ રંગ પોઝિટીવીટી આપે છે.
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનો લાલ રંગ
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જેમનો પ્રિય રંગ લાલ છે. લાલ સૌભાગ્યનો રંગ ગણવામાં આવે છે. આ રંગનો દુપટ્ટો કોઇપણ આઉટફીટ સાથે મિક્સ કરી શકો છો.
ચોથા દિવસે માતા કૃષ્માંડાનો વાદળી રંગ
નવરાત્રિના ચોથા દિવસે માતા કૃષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કૃષ્માંડાને વાદળી રંગ ખૂબ પ્રિય છે. આ રંગ સુખ-સમૃદ્ધિનો રંગ ગણવામાં આવે છે.
પાંચમો દિવસે સ્કંદમાતાનો પીળો રંગ
નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પીળા રંગ સાથે પૂજા કરવામાં આવે છે. આ રંગ શાંતિ, ધનનું પ્રતિક ગણવામાં આવે છે. સફેદ કલરના આઉટફીટ સાથે પીળા રંગનો દુપટ્ટો કેરી કરતા આઉટફિટ એથનિક લાગશે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીનો લીલો રંગ
છઠ્ઠા દિવસે માતા કાત્યાયની આરાધના કરવામાં આવે છે. માતાને લીલો રંગ ખૂબ પ્રિય છે. પૂજા અને ગરબા દરમિયાન લીલો કલર ઓઢવાથી ફ્રેશ લુક ક્રિએટ કરી શકાય છે.
સાતમાં દિવસે કાલરાત્રિ માતાનો રાખોડી રંગ
સપ્તમી તિથિના રોજ કાલરાત્રિ માતાની પૂજા કરવામાં આવે છે. જેઓ પ્રચંડ અને તેજસ્વી છે. તેમનો પ્રિય રંગ રાખોડી છે. કોઇપણ વસ્ત્ર સાથે રાખોડી રંગનો દુપટ્ટો ઓઢવાથી સ્ટાઇલીશ લુક જોવા મળે છે.
આઠમા દિવસે મહાગૌરીનો જામલી રંગ
દુર્ગાઅષ્ટમી પર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેઓ ગાય પર સવાર હોય છે. અને તેમનો વર્ણ શ્વેત હોય છે. આ દિવસે જામલી રંગના કપડા પહેરવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનો લાલ-પીળો રંગ
નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. જેમાં લાલ અને પીળા રંગનું મહત્ત્વનું છે. આ દિવસે આ બે રંગથી તમે પૂજા કરી શકો છો. અને ગરબા રમતી વખતે દુપટ્ટાની વિવિધ સ્ટાઇલ કરીને આકર્ષણ પણ જમાવી શકો છો.










