ગુજરાતમાં નવરાત્રિ પહેલા હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતરી ગયા છે. જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ એક નિવેદનમાં કહ્યું હતું કે, નવરાત્રિમાં દીકરીઓ વિધર્મીઓથી સલામત રહે તેનું ધ્યાન રાખજો. વિધર્મીઓ નવરાત્રિમાં ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં ઘૂસે છે. જરૂર પડે તો માથા આપી દેજો પણ દીકરીઓની રક્ષા કરજો. હવે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં ઉતર્યા છે અને અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં રાત્રે 12 વાગ્યા સુધી અને શેરી ગરબા મોડા સુધી ચાલુ રાખવા માગ કરી છે.


પાર્ટી પ્લોટના ગરબા મનોરંજનનું સાધન છે

અમદાવાદમાં હિન્દુ સંગઠને પાર્ટી પ્લોટોમાં રાત્રે 12 વાગ્યા સુધી અને શેરી ગરબા મોડા સુધી ચાલુ રાખવા માગ કરી છે. આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં નોનવેજ પર પ્રતિબંધની પણ માગ કરી છે. પાર્ટી પ્લોટના ગરબા મનોરંજનનું સાધન છે. ત્યાં બોલિવૂડ અને અન્ય ગીતો નહીં ચાલે. માતાજીના ગરબા જ વગાડવા પડશે. સૌ એ કોઈપણ પ્રકારની માથાકૂટ ના થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.

નવરાત્રિમાં શાળામાં મીની વેકેશન આપવું જોઈએ

નવરાત્રિમાં શાળામાં મીની વેકેશન આપવું જોઈએ કારણ કે બાળકો મોડી રાત સુધી ગરબા રમે છે અને સવારે સાત વાગ્યે સ્કૂલે જવુ મુશ્કેલ પડે છે. હિન્દુ સંગઠને કહ્યું હતું કે, વિવાદિત ગરબાના આયોજકો પર પ્રતિબંધ મુકવો જોઈએ. પાર્ટી પ્લોટના આયોજકો અને બાઉન્સરો વિધર્મી ના હોવા જોઈએ. નવરાત્રિ દરમિયાન રાત્રે નોનવેજ પર પ્રતિબંધ મુકાવો જોઈએ.


  • Follow us on: