અમદાવાદ શહેરના નારોલમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ હોવાની વિગતો મળી રહી છે. ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઇજા પહોંચી છે. હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવમાં આવી છે. આ મામલે નારોલ પોસલીસે ફાયરિંગ કરનાર સામે તપાસ હાથ ધરી છે.


અમદાવાદના નારોલમાં ફાયરિંગ થયાની ઘટના 

નારોલમાં ફાયરિંગ થયાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. બપોરના સમયે પ્રેમીએ યુવતીના ઘરે જઈને ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટના મામલે હાલ પોલીસે ગુનો નોંધ્યો છે. ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

 પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ

શહેરના નારોલ વિસ્તારમાં  પ્રેમીએ પ્રેમિકા પર કોઈ કારણોસર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતી ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ આ ફાયરિંગ કયા કારણો સર કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Follow us on: