સુરેન્દ્રનગર જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે જૂન મહિનાના ખાંડ તથા મીઠાના વિતરણની મર્યાદા તા. પ જૂન સુધી લંબાવવામાં આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા અનુરોધ કરતાં જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા "રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" અંતર્ગત મે-૨૦૨૫ માસમાં મે અને જુન-૨૦૨૫ માસનો ઘઉં તથા ચોખાનો જથ્થો તથા રાજયસરકાર તરફથી વિતરણ કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવ્યું હતું.
અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ













